નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

6 એપ્રિલ 2024:** ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજે રાજકોટ શહેરના મવડી ગાર્ડન ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન માં શહેરના ઘણા સામાન્ય નાગરિકો અને સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 50 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા, પ્રમુખ કમલભાઈ ત્રિવેદી અને તેમના પત્ની વંદનાબેન ત્રિવેદી, સોની સમાજ ના કાર્યકર્તા કૈલાશભાઈ રાજપરા, સંદીપભાઈ રાણપરા, જિયાંશભાઈ, ઉત્તમભાઈ, અતુલભાઈ, અશોકભાઈ સહિત ઘણા કાર્યકર્તાઓ આ અભિયાનમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયાએ જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે. આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ.”સંસ્થાના પ્રમુખ કમલભાઈ ત્રિવેદીએ પણ આ અભિયાન ને ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે, “આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.” નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles