જામનગરના કલેક્ટર પી.બી. પંડ્યા સાથે ‘ગુજરાત મિરર’ના પત્રકાર દિપક ઠુમ્મરની વિશેષ મુલાકાત મહાસંગ્રામની પૂર્વસંધ્યાએ જામનગર વહીવટી તંત્રની ‘ફુલપ્રૂફ’ સજ્જતા

જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી તૈયારીઓ પૂર્ણ હોવાની ખાતરી જામનગરના વિવિધ વિસ્તારોની ભૌગોલિક અને ઐતિહાસિક સંવેદનશીલતા પર ઊંડાણપૂર્વક ચર્ચા

913032

ગુજરાત મિરરના વરિષ્ઠ પત્રકાર દિપક ઠુમ્મર અને તેમના પુત્ર ખંજન દ્વારા ગઈકાલે જામનગરના નવનિયુક્ત કલેક્ટર પી.બી. પંડ્યા (પરિમલભાઈ પંડ્યા) સાથે એક અત્યંત ફળદાયી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી, જેમાં અગાઉ રાજકોટ ખાતે અધિક કલેક્ટર તરીકે પોતાની ઉત્કૃષ્ટ અને પારદર્શક ફરજ બજાવી ચૂકેલા તથા બહોળો વહીવટી અનુભવ ધરાવતા પી.બી. પંડ્યાએ આવતીકાલે યોજાવા જઈ રહેલી જામનગર મહાનગરપાલિકા, પંચાયત તથા નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપૂર્ણ સફળતાથી, પારદર્શકતા સાથે અને સુચારૂ રીતે પાર પડે તે જ વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

913031

આ આત્મીય મુલાકાત દરમિયાન જામનગર શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોની ભૂતકાળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વર્તમાન ભૌગોલિક-સામાજિક પરિસ્થિતિ અંગે અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતાપૂર્વક વિસ્તૃત વાર્તાલાપ થયો હતો, જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેનું સુકાન સંભાળતા પી.બી. પંડ્યાએ સ્પષ્ટ કર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ માટે જામનગર જિલ્લાનું ચૂંટણી તંત્ર તમામ મોરચે અને સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સજ્જ છે તથા લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે આશયથી જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ અભિનવ પ્રયોગો હાથ ધરવાની સાથે-સાથે સમગ્ર જિલ્લામાં વ્યાપક અને સઘન વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles