નુક્કડ પર પાનના ગલ્લાઓ પર ગ્રામજનોનો એક જ સૂર – “રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી સ્થાનિક વિકાસ કાર્યોને અવિરત વેગ આપવા ભાજપ જ શ્રેષ્ઠ વિકલ્પ”; કાલાવડ તાલુકાની પાંચેય પંચાયતોના બહોળા વિસ્તારમાં ક્રમાંક-૧ પર કમળનું બટન દબાવીને ઐતિહાસિક જીત અપાવવા જનતા આતુર
કાલાવડ:
આવતીકાલે જામનગર જિલ્લાની ખરેડી જિલ્લા પંચાયત સીટ (કાલાવડ) માટે યોજાનાર ચૂંટણી પૂર્વે સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ખરેડી ગામના નુક્કડ, પાનના ગલ્લાઓ અને ચોરે-ચૌટે યોજાતી અનૌપચારિક મિટિંગો અને વાર્તાલાપમાં ગ્રામજનોનો એક જ સ્પષ્ટ સૂર ઉભરી રહ્યો છે કે મેદાનમાં ભલે આમ આદમી પાર્ટી (આપ) કે કોંગ્રેસ હોય, પરંતુ જ્યારે રાજ્ય અને કેન્દ્ર સ્તરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની મજબૂત સરકાર બિરાજમાન છે, ત્યારે ઉપરના લેવલેથી વિકાસના કામો પણ એ જ પક્ષ વધુ અસરકારક રીતે લાવી શકશે. લોકોમાં એવી વ્યવહારુ સમજણ અને દૂરંદેશી દ્રઢ બની છે કે જો ભાજપ સિવાયના અન્ય કોઈ ઉમેદવારને મત આપવામાં આવશે તો ખરેડીમાં હાલમાં ચાલી રહેલા કે ભવિષ્યમાં થનારા વિકાસ કાર્યો પણ કદાચ ખોરંભે ચડી જશે કે અટકી પડશે, તેથી સૌએ એકમતે ‘મત તો ભાજપને જ આપીશું’ તેવો દ્રઢ નિર્ધાર કર્યો છે.

આ જનસમર્થનના મજબૂત પાયા પર, ભારતીય જનતા પાર્ટીના યુવા, નીડર અને અત્યંત કાર્યશીલ નેતા અતુલભાઈ કેશવજીભાઈ કમાણી ખરેડી જિલ્લા પંચાયત સીટ પર સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા છે, જે માત્ર ખરેડી ગામ જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે અત્યંત ગૌરવની બાબત છે, અને ટોચના રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક નેતૃત્વના આશીર્વાદ સાથે “જનસમર્થન ભાજપને, વિકાસને” ના પ્રચંડ નારા સાથે તેઓ લોકસંપર્ક કરી રહ્યા છે.
અતુલભાઈ કમાણીના બહોળા જ્ઞાન, કૌશલ્ય, આગવી આવડત અને મજબૂત નેતૃત્વનો વ્યાપક લાભ આ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી વિશાળ ભૌગોલિક અને વહીવટી હદને મળવાનો છે, જેમાં મુખ્યત્વે ખરેડી તાલુકા પંચાયત, પીપર તાલુકા પંચાયત (પીપર, કોઠા ભાદુકિયા, ખીમાણી સણોસરા, બાલાંભડી, મોટા ભાડુકિયા), મુળીલા તાલુકા પંચાયત (મુળીલા, નપાણીયા ખીજડીયા, બામણગામ, ભાવાભી ખીજડીયા), નાના વડાલા તાલુકા પંચાયત (નાના વડાલા, ખડ ધોરાજી, ડાંગરવાડા, બેડીયા, ધાંધલીયા પીપળીયા, રાજડા) અને કાળમેઘડા તાલુકા પંચાયત (કાળમેઘડા, ડેરી, મેટીયા, મોરીદડ, માખાકરોડ, ભગત ખીજડીયા, લબુકિયા ભાદુકિયા, ગુંદા) ના તમામ ગ્રામજનોનો સમાવેશ થાય છે. વિકાસની આ વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવા અને એક સક્ષમ, જવાબદાર પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે વિસ્તારના તમામ મતદારોને આવતીકાલે સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાના પવિત્ર મતાધિકારનો અચૂક અને ખુલ્લા દિલથી ઉપયોગ કરે અને ઇવીએમ (EVM) મશીનમાં ઉમેદવાર અતુલભાઈ કમાણીના નામ સામેના ક્રમાંક-૧ પર રહેલા ‘કમળ’ ના નિશાન વાળા બટનને દબાવીને તેમને જંગી મતોથી વિજયી બનાવવા તમામ મતદારોને અતુલભાઈએ નમ્ર અપીલ કરી છે.


