જામનગરમાં ઓલા સ્કૂટરમા ખામીઓથી ગ્રાહકો પરેશાન, સર્વિસ સેન્ટર સામે ઉકળાટ..: વારંવાર સોફ્ટવેરનુ વર્જન અપડેટ કર્યા બાદ પણ કનેક્ટિવિટી સહીતના સિકયોરિટી ફીચર નિષ્ફળ અને સર્વિસમાં ધાંધિયા..

મીઠાપુરના એક ગ્રાહકને જામનગરના ધક્કા ખાવા પડે છે:વીડિયો વાયરલ

જામનગર મિરર તા.૧૩: મોંઘીદાટ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અનેક ખામીઓ બાદ ગ્રાહકો હવે પરેશાન થઈ ગયા છે. ઓલા સ્કૂટરનું પિક અપ અને કાર્યક્ષમ બેટરી ઘણાં લોકોને આકર્ષે છે પરંતુ આ વાહનના સિકયોરિટી ફીચરની નિષ્ફળતા અને જામનગર ખાતેના સાધનાકોલોની નજીકના સર્વિસ સ્ટેશન ખાતે ગ્રાહકોને સર્વિસ માટે ધક્કા ખાવા પડી રહ્યા હોય, મીઠાપુરના એક ગ્રાહકે વીડિયો વાયરલ પણ કર્યો છે. જામનગરના સાધના કોલોની રોડ પર આવેલા ઓલા સર્વિસ સેન્ટરના કર્મચારીઓ ખરાબ સેવા આપી રહ્યા હોવાનો આરોપ ગ્રાહકો લગાવી રહ્યા છે. ઘણા ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે, ઓલા સ્કૂટર ખરીદ્યા પછી તેમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. જેમ કે, પ્રોક્સીમેટલી અનલોક ન થવું, બ્લૂટુથ કનેક્ટિવિટીમાં સમસ્યા, ડિસ્પ્લે ખરાબ થવી, સ્ટોરેજ બોક્સનું લોક ખુલી જવું, રંગની ખરાબ ગુણવત્તા, અને નિયમિત ખામીઓના કારણે સ્કૂટર રસ્તામાં બંધ પડી જવું. આ સમસ્યાઓના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગ્રાહકો સર્વિસ સેન્ટરમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પહોંચે છે ત્યારે તેમને યોગ્ય સહાય મળતી નથી. ગ્રાહકોનો આરોપ છે કે, સર્વિસ સેન્ટરના કર્મચારીઓ ગ્રાહકોને ટાળવાનો પ્રયાસ કરે છે અને તેમના ફોન કોલનો જવાબ પણ આપતા નથી. એક ગ્રાહક, જે મીઠાપુરના રહેવાસી છે, તેમણે જણાવ્યું કે, તેમને છેલ્લા એક મહિનાથી તેમના ઓલા સ્કૂટરમાં ખામીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ અનેક વખત સર્વિસ સેન્ટર ગયા પણ તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. સર્વિસ કર્મચારીઓ દ્વારા અન્ય હોન્ડાની ગાડીઓનુ રીપેરીંગમા ધ્યાન આપી રહ્યા છે પરંતુ અમારી ખામીયુક્ત ઓલા સ્કુટરના સર્વિસમા ધ્યાન આપી રહ્યા નથી.બીજા ગ્રાહક, જે દ્વારકાના રહેવાસી છે, તેમણે જણાવ્યું કે, ઓલા કંપનીનું કોઈ સર્વિસ સેન્ટર ન હોવાથી તેમને તેમનું સ્કૂટર સર્વિસ કરાવવા માટે ઘણા કિલોમીટર દૂર જવું પડે છે. જામનગર અને દ્વારકા જિલ્લાઓ વચ્ચે બે વર્ષથી માત્ર એક જ સર્વિસ સ્ટેશન હોવાને કારણે ઘણાં બધાં ગ્રાહકો હાલાકીઓ વેઠી રહ્યા છે. ઓલા વાહનમાં બ્લુટ્રુથ તથા ડિસ્પ્લે અને સ્કૂટરની ડીકી સહિતની ફરિયાદો તથા ઘણાં લોકોનું આ વાહન અવારનવાર બંધ થવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. આ અંગે વારંવાર ફરિયાદ છતાં તેમની ફરિયાદનું નિરાકરણ થયું નથી. વાહન અનલોક માટેના અપડેટમાં પણ ધાંધિયા જોવા મળી રહી છે. સરકારે સબસિડી પણ બંધ કરી દીધી છે, ગ્રાહકે રૂ. દોઢ-પોણાં બે લાખના ખર્ચે વસાવેલું વાહન ગ્રાહકને આ રીતે વિવિધ ખામીઓને કારણે પરેશાન કરે એ બાબતે ગ્રાહકોમાં ભારે અસંતોષ અને નારાજગીઓ જોવા મળી રહી છે. મીઠાપુરના એક નયનભાઈ નામના ગ્રાહક એક મહિનાથી દર અઠવાડિયે અહીં છેક જામનગર સર્વિસ સ્ટેશન ખાતે ધક્કા ખાઈ રહ્યા હોય, કંટાળી ગયા છે. આ ગ્રાહકે સર્વિસ સ્ટેશનનો વીડિયો પણ વાયરલ કર્યો છે.આ બધી સમસ્યાઓથી ગ્રાહકો ખૂબ જ નારાજ છે. ઘણા ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. આ ઘટનાઓને ધ્યાનમાં લેતા, ઓલા કંપનીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ગ્રાહકોને સારી સેવા પૂરી પાડવી જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles