જામનગરમાં સતત બીજા દિવસે પણ ભાજપ આયોજીત મોદી પરિવાર સભામાં ક્ષત્રિયાણીઓના સુત્રાચારથી ભારે હલચલ, વુલનમીલ ની ચાલી વિસ્તારમાં ભાજપની સભામાં ક્ષત્રિયાણીઓએ રૂપાલા હાય હાય ના સુત્રો પોકાર્યા,ક્ષત્રિયાણીઓને મહિલા પોલીસે અટકાવતાં ભારે સંઘર્ષ થવાથી ભાજપના હોદ્દેદારો અસમંજસ માં મુકાયા

જામનગર તા ૧૧, જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા આયોજીત મોદી પરિવાર સભામાં ક્ષત્રિયાણીઓએ પહોંચી જઈ ખલેલ પહોંચાડયા ની ઘટના નું પુનરાવર્તન ગઈ રાતે સતત બીજા દિવસે પણ જોવા મળ્યું હતું, અને રૂપાલા હાય હાય અને રૂપાલાની ટિકિટ રદ કરો ના સૂત્રોચાર શરૂ કરી દેવાતાં ભારે હલચલ ગઈ હતી, આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો. અહીં પણ ભાજપ ના હોદેદારો ભારે અસમંજસ માં મુકાયા હતા.

1001468600
1001468603

જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં પરમદીને રાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા હાય હાય ના નારા લગાવી, કાર્યક્રમમાં ખલેલ પહોંચાડી હતી.જેનું પુનરાવર્તન ગઈકાલે રાત્રે વુલનમિલ ની ચાલી વિસ્તારમાં જોવા મળ્યું હતું. જ્યાં પણ આયોજિત ભાજપની મોદી પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થાય તેની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી, અને કેટલી ખુરશી ઉપર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ જ રૂપાલા હાય હાય અને ટીકીટ રદ કરો ના સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું. આ વેળાએ મહિલા પોલીસ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો, અને મહિલા પોલીસની મોટી ટીમ હાજર હતી. જેમણે ક્ષત્રિય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ક્ષત્રિય મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ થઈ હતી, અને કેટલીક ખેંચતાણ પણ જોવા મળી હતી. આખરે અમુક મહિલાઓની અટકાયત કરી લઇ પોલીસ જીપમાં બેસાડીને લઈ જવાયા હતા. અન્ય ક્ષત્રિય મહિલાઓ એક પછી એક ત્યાંથી ધીમે ધીમે નીકળી ગઈ હતી, અને મામલો થાળે પડ્યો હતો. આ સમયે પણ સ્થાનિક ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ મંચ પર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભારે અસમંજસમાં મુકાયા હતા. જામનગર શહેરમાં ક્ષત્રીયાણીઓના દેખાવને લઈને ખાસ કરીને મહિલા પોલીસને ભારે કવાયત કરવી પડી રહી છે.

1001468611
1001468608
1001468616

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles