spot_img

જામનગર જિલ્લામાં સુરક્ષા સજ્જતા ચકાસવા આવતીકાલે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન આવતીકાલે રાત્રે ૮ થી ૮.૩૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં રહેશે સંપૂર્ણ બ્લેકઆઉટ

જામનગર, તા. ૬ મે ૨૦૨૫ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આવતીકાલ, તારીખ ૭ મે ૨૦૨૫ ના રોજ સમગ્ર દેશમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની સજ્જતા અને નાગરિકોની જાગૃતિ ચકાસવા માટે એક વ્યાપક મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવશે. આ મોકડ્રીલ દરમિયાન, યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સંભવિત હુમલાઓથી પોતાનો બચાવ કઈ રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને તંત્રની પ્રતિભાવ ક્ષમતાનું મૂલ્યાંકન કરાશે.

આ મહત્વપૂર્ણ મોકડ્રીલના ભાગરૂપે, આવતીકાલે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ સુધી સમગ્ર જામનગર જિલ્લામાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ પાળવાની જાહેરાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.આ મોકડ્રીલ અંગેની વિગતવાર માહિતી આપવા માટે જામનગરમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં જામનગર શહેર અને જિલ્લામાં સુરક્ષાના સંદર્ભમાં હાથ ધરાનાર આ મોકડ્રીલની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવી હતી. આ મોકડ્રીલ માટે જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ છે.

અગ્નિ સામક વિભાગ, મ્યુનિસિપલ વિભાગ, વિજતંત્ર, પી.ડબ્લ્યુ.ડી., તબીબી સ્ટાફ, ફાયર બ્રિગેડ સહિતના તમામ આવશ્યક અને સંભવિત કટોકટી વ્યવસ્થાપનમાં સક્રિય થનાર વિભાગોની ટીમો દ્વારા તમામ જરૂરી તૈયારીઓ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવી છે.આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલ દરમિયાન, યુદ્ધના સમયે જોખમથી બચવા માટે અને હુમલા સમયે નાગરિકોએ પોતાનો બચાવ કઈ રીતે કરવો, કયા સુરક્ષા પગલાં લેવા જોઈએ તે માટેની કાર્યવાહી અને માર્ગદર્શિકાઓ અંગે જાણકારી પૂરી પાડવામાં આવશે. મોકડ્રીલના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, આવતીકાલે સાંજે ૪.૦૦ વાગ્યે સંભવિત હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે, જે નાગરિકોને સાવચેત કરવાના ઉદ્દેશ્યથી હશે. ત્યારબાદ, મોકડ્રીલના મુખ્ય ભાગ રૂપે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન ૩૦ મિનિટ માટે સંપૂર્ણ બ્લેકઆઉટની મોકડ્રીલ કરવામાં આવશે. આ બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોને ઘરોની લાઈટો બંધ રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, જેથી વાસ્તવિક પરિસ્થિતિમાં સંભવિત લક્ષ્ય બનવાથી બચી શકાય.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આ બ્લેકઆઉટ અને સમગ્ર મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવા અને શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ જિલ્લા તંત્ર અને નાગરિકો બંનેને આવી કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરવાનો અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles