જામનગર શહેર જિલ્લાના સંતો- મહંતો ગાદીપતિઓ તેમજ રાજકીય મહાનુભાવોએ મતદાન કરી લોકશાહીનું પર્વ મનાવ્યું

આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એ અને પ્રણામી સંપ્રદાયના ગાદીપતી પરમ પૂજ્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજે મતદાન મથક પર જઈને મતદાન કર્યું

1001559427
1001556598

જામનગર તા ૭, જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી ધાર્મિક સેવા સંસ્થાના ગાદીપતિઓ, ઉપરાંત સંતો- મહંત અને રાજકીય મહાનુભાવો એ આજે સવારે પોત પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. કેટલાક રાજકીય અગ્રણીઓએ પોતાના પરિવારની સાથે મતદાન કરી લોકશાહી નું પર્વ ઉજવ્યું છે. જામનગરના લીમડાબેન વિસ્તારમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ એ આણદાબાવા આશ્રમમાં આવેલા મતદાન મથક પર જઈને મતદાન કર્યું હતું, અને લોકશાહીનું પર્વ ઉજવ્યું છે. આ ઉપરાંત પ્રણામી સંપ્રદાયના ગાદીપતી પરમ પૂજ્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું. જામનગરની મોટી હવેલીમાં પરમ પૂજ્ય હરિરાયજી મહોદય, શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી મહોદય તથા સમગ્ર પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર જિલ્લાના રાજકીય આગેવાનોએ પણ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

1001559441
1001556247

જેમાં ૭૯ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથક પર જઈ પરિવાર સાથે મતદાન કર્યું હતું .તે જ રીતે

1001559431

૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા પોતાના મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ધ્રોલ મતદાન મથક પર વહેલી સવારે મતદાન કર્યું હતું. તે જ રીતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પોતાના ગામમાં મતદાન મત કર્યું હતું. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ સાપરીયાએ જામજોધપુરમાં મતદાન કર્યું હતું. તે જ રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવા એ પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. જામનગર જિલ્લાના પૂર્વ કોંગી સાંસદ વિક્રમભાઈ માડમ એ નવાગામ ઘેડ વિસ્તારમાં મતદાન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાએ વાલકેશ્વરી નગરી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું. જયારે જામનગર મહાનગરપાલિકાના સ્ટમદિન કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ સત્યસાઈ સ્કૂલમાં પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ મનાવ્યું છે. જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાએ વિકાસ ગૃહ માં આવેલા મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીઅ એ કાલાવડ તાલુકાના જસાપર ગામમાં આવેલા મતદાન મથક પર પોતાનો મત આપીને લોકશાહીનું પર્વ ઉજવ્યું છે. જામનગર ના વતની અને ખ્યાતનામ રવિન્દ્ર જાડેજા ના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના બહેન સને કોંગી અગ્રણી નયનાબા જાડેજા એ પણ આજે જામનગરમાં મતદાન કર્યું હતું. તે જ રીતે જામનગરના વતની અને તેજાબી વક્તા કાજલબેન હિન્દુસ્તાની એ પણ પંચવટી વિસ્તારમાં મતદાન કરીને લોકશાહીનો પર્વ મનાવ્યું હતું.

1001559440
1001559442

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles