જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યના ગ્રહમંત્રીની ઓચિંતી મુલાકાત, આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો સાથેની આ બેઠકથી મીડિયાને દૂર રખાયા..! ખાનગી બેઠકની તસ્વીરો વાયરલ થતા આ બેઠક ચર્ચામાં આવી.

ક્ષત્રિય સમાજના આંદોલન સંદર્ભે જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપના હોદ્દેદારો સાથે ખાનગી બેઠક યોજાઈ

1001502038

જામનગર તા ૨૨, રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવાઆવી રહ્યું છે, જેમાં સમાજ દ્વારા અપાયેલા અલ્ટીમેટમ બાદ પણ ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ થયા છે, ત્યારે ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી ગઈકાલે રાજકોટમાં ઓચિંતી મુલાકાત લીધા બાદ રાત્રિના સમયે જામનગરમાં પણ હાજરી આપી હતી અને એક ખાનગી હોટલમાં તેઓની ભાજપના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ ગઈ હોવાનું જાણવા મળી રહયું છે. લોકસભાની ચૂંટણી સંદર્ભે જામનગરમાં ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપની ખાનગી બેઠક મળી હતી.જે ખાનગી બેઠકમાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા જે ખાનગી બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો સાથે પણ બેઠક કરવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

1001502039

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles