જામનગર પર યુદ્ધનો ઓછાયો: કલેક્ટરની આગાહી બાદ બ્લેકઆઉટ જાહેર થતાં શહેરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ, ભય અને અફરાતફરીનો માહોલ વચ્ચે લોકો આવશ્યક ચીજો ખરીદવા ઉમટ્યા

1003615456
1003615257
1003615256
1003615168
1003614608

જામનગર તા.: પહેલગામ ત્રાસવાદીઓ દ્વારા આચરવામાં આવેલા અત્યાચારો અને તેના મૂળમાં ભારત દ્વારા પાકિસ્તાન સામે લડી લેવાના નિર્ણયના પગલે રાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી તંગ પરિસ્થિતિની સીધી અસર હવે જામનગર શહેર પર પણ જોવા મળી રહી છે, જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની આગાહી કરીને શહેરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે,

જેને પગલે સમગ્ર જામનગરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જઈ રહ્યું છે અને નાગરિકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કલેક્ટરના આદેશ અને બ્લેકઆઉટની જાહેરાતને પગલે ગભરાયેલા લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા માટે પેટ્રોલ પંપો પર, રાશનની દુકાનોમાં અને કરિયાણાની દુકાનોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ખરીદીઓ કરી રહ્યા છે,

જેના કારણે આ તમામ સ્થળોએ ભારે ભીડ જામી છે અને અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. શહેરની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પોલીસ તંત્ર દ્વારા આજે બપોરના ત્રણ વાગ્યા બાદ શહેરના તમામ મુખ્ય બજારો અને વિસ્તારોની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી, જેથી લોકોનો વધુ પડતો જમાવડો ટાળી શકાય અને પરિસ્થિતિ કાબૂમાં રહી શકે, પરંતુ આ પગલાંથી લોકોમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે અને અનેક પરિવારો સલામતીના કારણોસર શહેર છોડીને પોતાના વતન અથવા ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રય લેવા માટે નીકળી પડ્યા છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર બહારગામ જતી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. કલેક્ટરની યુદ્ધની આગાહી અને બ્લેકઆઉટ જેવા પગલાંએ જામનગરના જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે અને લોકોમાં સુરક્ષા તેમજ ભવિષ્ય અંગે ભારે ચિંતા પ્રવર્તી રહી છે, ત્યારે આ પરિસ્થિતિ ક્યાં સુધી યથાવત રહેશે અને આગળ શું થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી અનિશ્ચિતતાનો માહોલ પણ છવાયેલો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles