જામનગર દ્વારકા હાઈવે પર કાર પુલ નીચે ખાબકી: લગ્ન પહેલા યુવક-યુવતીના મોત: બે ઘાયલ, ધુમ્મસ બન્યો કાળ, પટેલ પરિવારમાં શોકનો માહોલ

દ્વારકા દર્શન કરી પરત ફરતી વખતે લીમડી નજીક ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો

1001263051
1001263046

જામનગર, એક દુ:ખદ ઘટનામાં લગ્નના બે મહિના પહેલા જ યુવક-યુવતીના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા છે. ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકી ગઈ હતી, જેમાં બંને યુવાનોના મોત થયા હતા. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ, ઉપલેટા અને જામનગર પંથકના પટેલ પરિવારના સભ્યો કાર લઈને દ્વારકા જતા હતા. ત્યારે લીંબડી પાસે ધુમ્મસના કારણે કાર પલટી ખાઈને પુલ નીચે પડી ગઈ. આ અકસ્માતમાં છાયાબેન ગજેરા (ઉંમર 24, ઉપલેટા) અને હર્ષ સોજીત્રા (ઉંમર 25, ગુંદાળા તાલુકો, ગોંડલ) નામના બે યુવાનોના મોત થયા છે.મૃત્યુ પામેલા છાયાબેન અને હર્ષની સગાઈ થઈ હતી અને બે મહિના પછી તેમના લગ્ન હતા. બંને પરિવારો આ પ્રસંગની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્ન પહેલા દ્વારકા દર્શન કરવા માટે ગયેલા આ યુવાનોનું આમ અકાળ મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના એ યાદ અપાવે છે કે ધુમ્મસ વાળા વાતાવરણમાં વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લેવી જરૂરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર પાટીદાર પરિવારના આં બન્ને યુવક યુવતી બે મહિના પછી લગ્નગ્રંથીએ જોડાવાના હતા તે બંનેના આજે માર્ગ અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. દ્વારકા જઈ રહેલા પાટીદાર પરિવારના ચાર સભ્યોને લીમડી નજીક અકસ્માત નડ્યો હતો. ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યકિતને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ, ઉપલેટા અને જામનગર પંથકના પટેલ પરિવારના સભ્યો કાર લઈને દ્વારકા જતા હતા. ત્યારે લીંબડી પાસે કાર પલટી ખાઈને પુલ નીચે પડી જતા તેમાં બેઠેલા છાયાબેન ગજેરા(ઉ.24- ઉપલેટા) તથા હર્ષ સોજીત્રા (ઉ.25 – ગુંદાળા તાલુકો ગોંડલ) નામના બે વ્યક્તિઓનો મૃત્યુ થયા છે. જ્યારે હેવન વસોયા અને અન્ય એક મહિલાને ગંભીર ઈજા થતાં તેને જામનગર ખસેડવામાં આવેલ છે. પટેલ પરિવારના બે વ્યક્તિના કરુણ મોતથી ભારે શોકનું વાતાવરણ છવાયું છે.અકસ્માતમાં મૃત્યુ પામનાર છાયા ગજેરા અને હર્ષ સોજીત્રાની સગાઈ થઈ હતી અને બે મહિના પછી જ લગ્ન હતા. બંને પ્રસંગમાં હાજરી આપ્યા બાદ દ્વારકા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે લીંબડી ગામની ગોલાઈ પાસે ધુમ્મસના કારણે અકસ્માત નડ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles