જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે આગની ઘટનાથી ભારે દોડધામ: આગમાં ડ્રાયફ્રુટ ની ચીજ વસ્તુ- ફૂટવેર નો સામાન બ્રાસ નો માલ વગેરે બળીને ખાખ થતાં લાખોનું નુકશાન

ફાયર બ્રિગેડની ટુકડીએ બે કલાકની જહેમત બાદ પાણીના ૩ ટેન્કર વડે પાણી નો મારો ચલાવી આગને બુઝાવી

1001787526

જામનગર તા ૨૪, જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમાં રાખવામાં આવેલા જુદા જુદા સામાન ને આગ ના કારણે ભારે નુકસાની થઈ છે. જેમાં ડ્રાયફ્રુટ નો માલ સામાન, ફૂટવેર- સેનેટરીવેર બ્રાસ નો સામાન વગેરે બળીને ખાખ થયા છે. ફાયરવિભાગની ટુકડીએ જહેમત લઈ આગને બુઝાવી હતી. આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી જય ગુજરાત ટ્રાન્સપોર્ટ કંપનીના ગોદામમા આજે વહેલી સવારે આગ લાગી હતી, અને ગોદામમાં રાખવામાં આવેલા ફૂટવેરના માલ સામાન ઉપરાંત ડ્રાયફ્રુટ મોટો જથ્થો બ્રાસનો સામાન, સેનેટરીવેર્સ નો સામાન વગેરે સળગી ઊઠ્યા હતા.આગ ના બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય જાતે બનાવના સ્થળેજ પહોંચી ગયા હતા, અને જુદા જુદા ત્રણ પાણીના ટેન્કરો વડે બે કલાકની જહેમત લીધી હતી. આગમાં ડ્રાયફ્રુટ નો મોટો જથ્થો, બ્રાસ નો માલ સામાન, તેમજ ફૂટવેર સહિતનો માલ સામાન સળગી ઊઠ્યો હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગઈકાલે રવિવારે રજા નો દિવસ હોવાથી દિલ્હી થી ટ્રક મારફતે ઉપરોક્ત તમામ સામાન આયાત થયો હતો, અને તેના પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. જેની આજે સવારે સોમવારે ડીલેવરી કરવામાં આવે તે પહેલાં અંદરના ભાગે લાગી હતી, અને સીસીટીવી કેમેરા કે જેનું હાર્ડડિસ્ક વગેરે પણ સળગી ઊઠ્યા હતા. જેથી તેના ફૂટેજ મેળવવા પણ મુશ્કેલ બન્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles