આવતી કાલે ૧૪ ફેબ્રુઆરીએ યુવા વર્ગમાં વેલેન્ટાઈન ડે નો થનગનાટ

જામનગરમાં લવ ફેસ્ટીવલને પગલે ‘ગીફ્ટ’ માર્કેટમાં ઝગમગાટ

1001290417
1001290416
  જામનગર, વેલેન્ટાઈન ડે અને વસંત પંચમી એક સાથે આવતા પાશ્વાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ બંને અનુસાર પ્રેમની મોસમ ખીલવાનો અવસર એકસાથે જ આવ્યો છે. પ્રેમનાં એકરાર માટેનું વણલખ્યું મુહૂર્ત એટલે વેલેન્ટાઇન - ડે. પ્રિયપાત્રને ભેટ આપી રેશમી લાગણીઓ પ્રદર્શિત કરવાનો અવસર યુવક-યુવતીઓ ચૂકવા માંગતા નથી. અને એકબીજાનાં બની ચૂકેલા સફળ પ્રેમીઓ પણ પ્રેમને વધુ ગાઢ બનાવવા લવ ફેસ્ટીવલ ઉજવવા તત્પર હોય છે, ત્યારે જામનગરમાં ગીફટ માર્કેટમાં તેજીને પગલે ઝગમગાટ જોવા મળી રહ્યો છે.
1001290414 1

બ્રિયોની ગીફ્ટનાં સંચાલક સંકેતનાં જણાવ્યાનુસાર આ વખતે માર્કેટમાં ૨૫૦ રૂ. થી ૫૦૦૦ સુધીની શ્રેણીમાં વિવિધ ગીફ્ટ આઇટમ ઉપલબ્ધ છે. કપલ રીંગ, ડાન્સીંગ કપલ, હાર્ટ શેપ બ્રેસલેટ વગેરે આઇટમોમાં નવી વેરાયટી સાથે જ લેખિતમાં પ્રેમ પ્રદર્શનનું પરંપરાગત માધ્યમ એવા કાર્ડ પણ વેચાઇ રહ્યા છે. ગોલ્ડન રોઝ, ઇમ્પોર્ટેડ ચોકલેટ વગેરે પણ ડિમાન્ડમાં છે. યુવા વર્ગમાં આવતીકાલે પ્રેમનો ઉત્સવ મનાવી લેવા જોશ હાઇ છે.

1001290413
1001290414

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles