રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ ત્રણની ધરપકડ, ધડપકડનો આંક 15 પર પહોંચ્યો, ઉચ્ચ અધિકારીઓ સુધી તપાસ

રાજકોટમાં 25 મેના રોજ ટીઆરપી ગેમઝોનમાં થયેલા ભયાનક અગ્નિકાંડમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે વધુ ત્રણ લોકો ની ધડપકડ કરવામાં આવી છે, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં અગાઉ 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગેમઝોનના માલિક, મેનેજર અને જવાબદાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. એસઆઇટીની તપાસ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હતી, જેના પછી આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં હજુ ઘણા અધિકારીઓ અને સંબંધિતોની સંડોવણી સામે આવવાની શક્યતા છે. આ ઘટનામાં 30 લોકોનાં મોત થયાં હતાં, જેમાં બાળકોનો પણ સમાવેશ થાઈ છે આ ઘટનાએ રાજ્યમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લોકો દ્વારા સુરક્ષા બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

1001780876

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles