હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમા ચેરમેન મુકુંદભાઈ સભાયા અને વા.ચેરમેન પદે હિરેનભાઈ કોટેચાની જીત! : કૃષિમંત્રી રાઘવજીભાઈ ની ઉપસ્થિતી વચ્ચે જીતની ઉજવણી કરાઈ

1001778218

જામનગર, 22 જૂન, 2024: હાપા માર્કેટિંગ યાર્ડના ચૂંટણી પરિણામો આજે જાહેર થયા, જેમાં મુકુંદભાઈ સભાયાને ચેરમેન અને હિરેનભાઈ કોટેચાને વાઈસ ચેરમેન પદે વિજય મળ્યો છે. આજે બપોરે 12:30 કલાકે યાર્ડની ઓફિસ ખાતે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા ડિસ્ટ્રિક રજિસ્ટ્રાર રાજકોટ દ્વારા ચૂંટણી અધિકારી તરીકે હાથ ધરવામાં આવી હતી. મુકુંદભાઈ સભાયા અને હિરેનભાઈ કોટેચા બંને ખેડૂત સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમની જીત ખેડૂતો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. નવા ચેરમેન અને વાઈસ ચેરમેન પાસેથી ખેડૂતો ઘણી અપેક્ષાઓ ધરાવે છે, જેમ કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેની ખાતરી કરવી, યાર્ડમાં સુવિધાઓમાં સુધારો કરવો અને ખેડૂતોને વધુ સારી સેવાઓ પૂરી પાડવી.મુકુંદભાઈ સભાયા અને હિરેનભાઈ કોટેચાએ ખેડૂતોનો વિશ્વાસ મેળવવાનો અને તેમની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

1001778216
1001778220

કૃષિમંત્રી રાઘવજીભાઈ ની ઉપસ્થિતી વચ્ચે જીતની ઉજવણી કરાઈ હાપા માર્કેટ યાર્ડ ચૂંટણી: મુકુંદભાઈ સભાયા અને હિરેનભાઈ કોટેચાની જીતની ઉજવણી કૃષિમંત્રી રાઘવજીભાઈની ઉપસ્થિતિમાં! કરાઈ હતી, હાપા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મુકુંદભાઈ સભાયા અને હિરેનભાઈ કોટેચાની જીત બાદ આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુકુંદભાઈ સભાયા અને હિરેનભાઈ કોટેચાના સમર્થકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે નવનિર્મિત ચેરમેન અને વાઈસ ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા આપવામાં આવતું સહકાર ચાલુ રાખવાની ખાતરી આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ ખેડૂતોને વધુ સારી સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles