જામનગર એલસીબીએ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં 50થી વધુ ATMમાં છેડછાડ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગ સામે ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરી છે. આ ગેંગના સભ્યો ATM મશીનમાં કેશ ડિસ્પેન્સરમાં છેડછાડ કરી પૈસા કાઢી લેતા હતા. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોને રોકડ રૂપિયા, એક કાર અને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ ચોરીના ગુના નોંધાયેલા છે. જામનગર એલસીબીએ ગુજરાત, રાજસ્થાન અને કર્ણાટકમાં 50થી વધુ ATMમાં છેડછાડ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે.

આ ગેંગના સભ્યો એક અનોખી રીતે ATM મશીનમાં કેશ ડિસ્પેન્સરમાં છેડછાડ કરી પૈસા કાઢી લેતા હતા. તેઓ ATM મશીનના કેશ ડિસ્પેન્સર પર પ્લાસ્ટિકની પટ્ટી ચોંટાડી દેતા, જેના કારણે ગ્રાહક પૈસા ન કાઢી શકે. પછી ગ્રાહક જતાંની વાર તેઓ આવીને પ્લાસ્ટિકની પટ્ટી ઉખાડીને પૈસા ચોરી લેતા હતા.પોલીસને આ બાબતે બાતમી મળતાં એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રૂપિયા, એક કાર અને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ ચોરીના ગુના નોંધાયેલા છે.પોલીસે આ ગેંગ દ્વારા જામનગર સહિત રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકના અન્ય શહેરોમાં કરવામાં આવેલી 50થી વધુ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસે આ ગેંગના બાકીના સભ્યોને પકડવાની કામગીરી હાથ ધરી છે.આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પુનમખાન દયાલખાન માલીયા, રામપ્રકાશ રામકરન ગોદારા, ગૌરીશંકર ગીરધારલાલ સુથાર પોલીસે આ ગેંગ પાસેથી રોકડ રૂપિયા 47,500/- કિયા સેલટોસ કાર ડીસમીસ, સેલો ટેપ, કટ્ટર, ફેવીકવીક, એટીએમ કાર્ડ વગેરે મુદ્દામાલ કબજે કર્યો છેઆ ગુનામાં પોલીસ અધિકારીઓ વી.એમ. લગારીયા પો.ઇન્સ પી.એન. મોરી પો.સ.ઇ, એ.કે. પટેલ પો.સ.ઇ, પોલીસે આ ગેંગને ઝડપી પાડીને એટીએમ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ ગેંગની ધરપકડથી જામનગર સહિત આસપાસના વિસ્તારોમાં એટીએમ ચોરીના ગુનાઓમાં ઘટાડો થવાની આશા છે.પોલીસે આ ગેંગ દ્વારા જામનગર સહિત રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકના અન્ય શહેરોમાં કરવામાં આવેલી 50થી વધુ ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. આ ગેંગને ઝડપી પાડીને એટીએમ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ ગેંગની ધરપકડથી જામનગર સહિત આસપાસના વિસ્તારોમાં એટીએમ ચોરીના ગુનાઓમાં ઘટાડો થવાની આશા છે.


