દેશમાં યુવા અવાજ સામે સત્તાનો કિલ્લેબંધી જેવો પહેરો

૭,૦૦૦ પ્રદર્શનકારીઓ સામે ૩૫,૦૦૦ સુરક્ષાકર્મીઓ, ડ્રોન, ફેસિયલ રેકગ્નિશન અને અસ્થાયી જેલો તૈનાત; લોકશાહી ઢબે થતાં વિરોધને ડામવા સરકારી તંત્રની અતિશયતા સામે સવાલો

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં આજે જાણે કોઈ સીમાવર્તી દેશ તરફથી મોટો સૈન્ય હુમલો થવાનો હોય તેવો ભય અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ચૂંટણી પંચ અને ચીફ ઇલેક્શન કમિશનર સામે સવાલો ઉઠાવતી નવી પેઢી અને કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે સરકાર અને વહીવટી તંત્રે અભૂતપૂર્વ અને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

1912071

લોકશાહીમાં પોતાની માગણીઓ રજૂ કરવા આવી રહેલા યુવાનોના શાંતિપૂર્ણ વિરોધને ડામવા માટે રાજ્યતંત્રે બિનજરૂરી રીતે સુરક્ષા દળોનો ભારે જમાવડો ખડકી દીધો હોય તેવું ચિત્ર ઊભું થયું છે.પોલીસના પોતાના અંદાજ મુજબ આ વિરોધમાં આશરે ૭,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામેલ થવાની શક્યતા છે, તેમ છતાં તેની સામે ૩૫,૦૦૦થી વધુ દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો ખડકી દેવામાં આવ્યા છે. માત્ર માનવબળ જ નહીં, પરંતુ સમગ્ર નવી દિલ્હી પર ડ્રોન, બોડી કેમેરા અને ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ્સ (FRS) જેવી કડક સર્વેલન્સ ટેકનોલોજી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી પણ વધારાની મહિલા પોલીસ ટુકડીઓ બોલાવવામાં આવી છે, જ્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મામલે જવાબદેહી માંગી રહેલા યુવાનોને અટકાયતમાં લેવા માટે છત્રસાલ અને રાજીવ ગાંધી સ્ટેડિયમ સહિત કુલ છ વિશાળ ડિટેન્શન સેન્ટરો (અસ્થાયી જેલો) ઊભા કરી દેવાયા છે.આ આક્રમક કિલ્લેબંધીને પગલે સામાન્ય નાગરિકોનું જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

પ્રદર્શનની મંજૂરી નકારી કાઢ્યા છતાં વહીવટીતંત્રે ડઝનબંધ મેટ્રો સ્ટેશનો બંધ કરી દીધા છે, સેન્ટ્રલ દિલ્હીના ટ્રાફિકને મોટા પાયે ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધો પણ લાદી દેવામાં આવ્યા છે. સામાન્ય યુવા વર્ગના પ્રશ્નો અને લોકતાંત્રિક માંગણીઓ સામે ખુલ્લા મને સંવાદ સાધવાને બદલે લાઠી-ડંડા અને સરકારી બળપ્રયોગના જોરે અવાજ દબાવી દેવાની આ સરમુખત્યારશાહી નીતિ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles