આ સંસ્થાએ કોરોનાગ્રસ્ત પરિવારોના 195 સંતાનોને રૂ. 70 લાખની રાહત આપી, વિનામૂલ્યે શિક્ષણ: આ ઉપરાંત આ સંસ્થાએ હાલમાં માત્ર 1 રૂપિયો એડમિશન ફી અને 999 રૂપિયા માસિક શિક્ષણ ફી સાથે સ્કૂલ ડ્રેસ ફ્રી જાહેર કરી છે..
જામનગરમા 35 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સએ શિક્ષણમાં સેવાનો અભિગમ રાખ્યો છે અને વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની રાહતો આપી છે. શહેરના લીમડાલાઈન વિસ્તારમાં કાર્યરત બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ છે અને મેનેજિંગ ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ છે. ભટ્ટ દંપતિ દાયકાઓથી શિક્ષણક્ષેત્રને વરેલું છે. શનિવારે ધોરણ 10ના બોર્ડ પરિણામ સમયે જામનગર મિરરના ચીફ એડિટર દિપક ઠુંમર દ્વારા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. અને અશોકભાઈ ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટ સાથે વાતચીત કરી આ સંસ્થાની વિશેષતાનો પરિચય મેળવ્યો હતો.

આ વિશેષ મુલાકાતમાં જાણવા મળેલ છે કે, જામનગરની સુપ્રસિદ્ધ બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સએ ૩૫મા વર્ષની ઉજવણી વાલીઓ માટે ઐતિહાસિક સાનુકુળતા આપવાના સંકલ્પ સાથે કરી છે જેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે.

બ્રિલીયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સના ૩૫ મા વર્ષની ઉજવણી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ બાળકોને શિસ્ત ,સંસ્કાર સાથે શિક્ષણના ત્રિવેણી સંગમથી પાયો મજબૂત કરવા કટીબદ્ધતા દર્શાવી માત્ર એક રૂપીયો એડમીશન ફી તેમજ મહિનાની માત્ર રૂપીયા ૯૯૯ ફી ની યોજના અમલમાં મુકી છે જેને વાલીઓ-જાગૃત નાગરિકો-શિક્ષણવિદો વગેરેમાંથી ખુબ જ આવકાર મળી રહ્યો છે.

વિશ્વની સૌથી મોટી મહામારી એટલે કોરોના કાળમાં જે બાળકોએ પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા હોય અને અભ્યાસને ઝંખતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ શકાય તે પ્રકારનો નિર્ણય બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલસ દ્વારા લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તેમની શાળામાં 200 થી પણ વધુ વિદ્યાર્થીઓને નર્સરી થી લઈ ધોરણ 12 સુધી વિનામૂલ્યે અભ્યાસ કરવા આશરે રૂપિયા 70 લાખની ફી માફી કરવામાં આવી છે.દેશની રાજધાની દિલ્હી ખાતે IFA એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો ત્યારે જામનગરના બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટને બેસ્ટ એજયુકેશન ઈન્સ્ટીટયૂટ ઈન જામનગરનો એવોર્ડ અભિનેત્રી સોનાક્ષી સિંહાના હસ્તે આપવામાં આવ્યો હતો. આ સમારોહ દિલ્હીના બેલા મોન્ડે રિસોર્ટ ખાતે યોજવામાં આવ્યો હતો.


