spot_img

આવતીકાલે જામનગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિવાદિત ફિલ્મ “મહારાજ” નો શાંતિપૂર્ણ વિરોધ..

વૈષ્ણવ સમાજ દ્વારા આવતીકાલે સવારે 11:30 કલાકે વિવાદાસ્પદ ફિલ્મ “મહારાજ” વિરુદ્ધ એસ.પી. કચેરી ખાતે ફરિયાદ રજૂ કરવામાં આવશે….પૂ.પા. ગો. શ્રી વલ્લભ રાયજી મહારાજશ્રીની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, અન્ય ધર્મ સંસ્થાઓ સહીત સમગ્ર વૈષ્ણવ સમાજ સાથે જોડાશે.

જામનગર વૈષ્ણવ સમાજ દ્વારા આવતીકાલે સવારે 11:30 કલાકે વિવાદાસ્પદ ફિલ્મ “મહારાજ” વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વૈષ્ણવ સમાજ સહીત દરેક હિન્દુ સમાજના આગેવાનો સાથે એસ.પી. કચેરી ખાતે ફરિયાદ રજૂ કરવામાં આવશે….પૂ.પા. ગો. શ્રી વલ્લભ રાયજી મહારાજશ્રીની આગેવાની હેઠળ ફરિયાદ સાથે યશરાજ ફિલ્મ સામે ફરિયાદ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજાશે, આવતીકાલે જિલ્લા પોલીસ વડા કચેરીએ આયુર્વેદ કોલેજ સામે જામનગરના વૈષ્ણવ સમાજ અને અન્ય ધર્મપ્રેમી લોકોને આ વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વૈષ્ણવ સમાજ દ્વારા જૂનાગઢ અને જેતપુરમાં આવેદનપત્રો અપાયા બાદ જામનગરમા પણ આવતીકાલે ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માગણી સાથે જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ નોંધાવામાં આવશે. ફિલ્મ મા ભગવાન શ્રી કૃષ્ણના વંશજને વ્યભિચારી ચિતરવાના પ્રયાસનો ઉગ્ર વિરોધ વાંધા સામે “મહારાજ” ફિલ્મે વૈષ્ણવ સમાજમાં નોંધપાત્ર વિવાદ પેદા કર્યો છે.વૈષ્ણવ સમાજના ધર્મ પ્રેમી લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ફિલ્મ ધાર્મિક વ્યક્તિઓ અને પ્રથાઓને અસંવેદનશીલ અથવા અનાદરપૂર્ણ રીતે રજૂ કરે છે. વિરોધનો ઉદ્દેશ્ય ફિલ્મ સામે સમુદાયના ઉગ્ર વિરોધને અભિવ્યક્ત કરવાનો અને અધિકારીઓ પાસેથી યોગ્ય પગલાં લેવાની માંગ કરવાનો છે. સ્થાનિક ધાર્મિક જનતા અને શહેરના ધર્મિક સામાજિક આગેવાનો સભ્યો આવતીકાલે સવારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. શ્રી વલ્લભ રાયજી મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, “અમે અમારા ધાર્મિક ચિહ્નો અને માન્યતાઓ પ્રત્યે કોઈ અનાદર સ્વીકારી શકતા નથી. શાંતિ પૂર્ણ વિરોધ એ વૈષ્ણવ સમાજ માટે તેની ચિંતાઓનો અવાજ ઉઠાવવા અને નિવારણ મેળવવાનો શાંતિપૂર્ણ માર્ગ છે.” વિરોધ શાંતિપૂર્ણ રહે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે કાળજી રાખવામાં આવશે. સ્થિતિ પર નજર રાખવા માટે પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles