spot_img

શંકર ટેકરી ઉદ્યોગનગરની દુર્દશા: કચરાના ઢગલાઓ વચ્ચે ડૂબી રહ્યું છે ઇન્ટરનેશનલ એક્સપોનું સ્વપ્ન

૪૯ રોડ પરની ખુલ્લી ગટરમા બેફામ ઢાલવતા કચરા અને નિકલના કારખાનાઓના એસીડીક પીળા પાણી સામે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

જામનગર તા.જામનગરનું શંકર ટેકરી ઉદ્યોગનગર આજકાલ કચરાના ઢગલાઓ અને ગટરની દુર્ગંધથી ધમધમી રહ્યું છે. આગામી ફેબ્રુઆરીમા યોજાનાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો-૨૦૨૫ પહેલાં શહેરની આ દુર્દશાએ ચિંતા વધારી છે. આડેધડ ફેલાયેલા કચરાના ઢગલાઓ અને ખુલી ગટરોની દુર્ગંધને કારણે શહેરની છબી ખરડાઈ રહી છે. આ સ્થિતિમાં ઇન્ટરનેશનલ એક્સપોનું આયોજન પહેલા શહેરના તંત્રએ આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. ઉદ્યોગનગરના અનેક રસ્તાઓ પર દેશ – વિદેશથી આયાત થતા ભંગારમાંથી નીકળતા જૈવિક કેમિકલ વાળા કચરાવાળો તેમજ પ્લાસ્ટિકના કાગળનો કચરો, ઓઇલ સફાઈમાં યુઝ કરેલા કપડાના ગંદા ટુકડાઓ ભઠ્ઠીઓની માટી, અને બ્રાસ ભંગારમાથી નીકળતા હજાર્ડયસ કચરાના ઢગલાઓ જોવા મળે છે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલોમા ગંદકી અને કચરાથી ખચોખચ ભરાયેલી જોવા મળે છે. આ કચરાના કારણે ન માત્ર પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે પરંતુ કારીગરો અને ઉદ્યોગકારોનું આરોગ્ય પણ જોખમમાં છે. આ કચરાના ઢગલાઓમાંથી દુર્ગંધ મારતી હોવાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મહાનગરપાલિકા નિષ્ક્રિય રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોએ અનેક વખત આ સમસ્યા અંગે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં જામનગરમાં યોજાનાર જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનૅશનલ એક્સપો ૨૦૨૫ને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવાની માંગ કરી છે. જો રોડ -રસ્તાઓની હાલત સુધરશે નહીં તો વિદેશી મહેમાનો ઉદ્યોગ નગરની ખરાબ હાલત જોઈને ખૂબ જ નિરાશ થશે અને ભારતના વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભું થશે.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. કચરાનું નિકાલ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. આ સાથે જ ઉદ્યોગકારોને પણ જવાબદાર બનાવવા જોઈએ કે તેઓ પોતાના કારખાનામાંથી નીકળતો કચરો વ્યવસ્થિત રીતે નિકાલ કરે. લોકોની માંગ છે કે દરેક વિસ્તારમાં કચરાપેટીઓ મુકવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles