જામનગર: જામનગર શહેરમાં આવનારા બે મહત્વપૂર્ણ પ્રસંગો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસને લઈને જામનગર પોલીસ દ્વારા વિવિધ સ્થળોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરની સલામતી જાળવવા માટે વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર સહિતના સ્થળોએ પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કામગીરી હાથ ધરી છે.
જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલું, આઈપીએસ મીના, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલ.સી.બી., એ.સ.ઓ.જી. અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા વારંવાર તીવ્ર તપાસ હાથ ધરાઈ છે.

શહેરમાં સુરક્ષા જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે પોલીસે અનેક પગલાં લીધા છે. આજે રાત્રી દરમિયાન શહેરના મહત્વના સ્થળોએ પોલીસ ચકામીઓનું આયોજન કર્યું હતું વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંભવિત ટાર્ગેટ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ, બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ દ્વારા સુરક્ષાની ચેકીંગ હાથ ધરાયું હતું

જામનગરના એસપી દ્વારા આપવામાં આવેલી ખાતરી
જામનગરના એસપી ડેલુંએ જણાવ્યું હતું કે, “રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસ શહેર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગો છે. આ પ્રસંગો દરમિયાન શહેરની સુરક્ષા જાળવવી અમારી પ્રાથમિકતા છે. અમે શહેરની સલામતી જાળવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.”જામનગર પોલીસ દ્વારા લેવામાં આવેલા આ સુરક્ષા પગલાંથી શહેરના લોકોમાં સુરક્ષા સલામતી બેશક જાળવાઈ રાહેશે.


