જામ્યુકૉની એસ્ટેટ શાખા- ફાયર શાખા- પોલીસ વિભાગ તેમજ પીજીવીસીએલ સહિતના વિભાગની સંયુક્ત બેઠક યોજાઇ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા ૧૪ ગેમઝોની યાદી: ૧, જેસીઆર સિનેમા ૨,મોડર્ન માર્કેટ સોસાયટી૩, એમેઝમેન્ટ પાર્ક ૪,ખોડીયાર મંદિર ની બાજુમાં૫, ક્રિસ્ટલ મોલ- ખોડીયાર કોલોની૬, અંજલી ગેમ ઝોન ૫૮ દિ. પ્લોટ,૭, આશીર્વાદ ક્લબ રિસોર્ટ૮, આયુષ ગેમ ઝોન- પટેલ કોલોની૯, જેઠવા ગેમઝોન૧૦, ન્યુ લાઈફ રીબોટ૧૧, ગ્રીન સીટી એરીયા૧૨, આદર્શ શોપિંગ સેન્ટર -વિડીયો ગેમ પાર્લર૧૩, સેવન સીઝન રિસોર્ટ૧૪, તળાવની પાળ આરટીઓ કચેરી ની બાજુમાં રાઈડ ઝોન

જામનગર તા ૨૬, રાજકોટમાં ગેમ ઝોન માં સર્જાયેલી દુર્ઘટનાના પડઘા જામનગરમાં પણ પડ્યા છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા ૧૪ ગેમઝોન ને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા ની એસ્ટેટ અને ફાયર શાખા તેમજ પોલીસ તંત્ર અને વિજ તંત્ર ની સંયુક્ત ટિમ દ્વારા બંધ કરાવી દેવાયા છે. ઉપરાંત તેઓ દ્વારા ફાયર બ્રિગેડનું એનઓસી સહિતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે.રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના પગલે સમગ્ર રાજ્યભરમાં ચાલતા ગેમઝોન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે, અને જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા જુદા જુદા ૧૪ જેટલા ગેમ ઝોન, કે જેમાં ઇલેક્ટ્રોનિક મશીન સાથેની ગેમ, વિડીયો પાર્લર, બાળકોની રાઈડ વગેરેનો સમાવેશ થાય છે જે તમામ ૧૪ ગેમઝોનને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે, અને તેઓએ મેળવેલા જરૂરી લાયસન્સ વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે.જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ રવિવારે સવારે તાકીદની એક બેઠક બોલાવાઈ હતી, જેમાં જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની તેમજ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા ની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખાની ટીમ તથા વીજતંત્રની ટિમ, પોલિસ વિભાગ, શહેર વિસ્તાર ના મામલતદાર ની ટીમ, નાયબ કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ) સહિતના અધિકારીઓની તાકીદ ની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં જામનગર શહેરમાં ચાલતા તમામ ગેમઝોન ને સંપૂર્ણપણે ચકાસણી કરવાના આદેશો અપાયા હતા. જે આદેશ અનુસાર અલગ અલગ ત્રણ ટીમો બનાવીને જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, અને તેનો વિસ્તૃત અહેવાલ કરીને ૨૪ કલાકમાં કમિશનરને સુપ્રત કરવા આદેશ અપાયો છે. જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન સંદર્ભમાં શનિવારે રાત્રે જ એસ્ટેટ શાખા પોલીસની ટીમ શનિવારે રાત્રે તપાસણી હાથ ધરીને મોટાભાગના ગેમ ઝોન બંધ કરાવાયા હતા. દરમિયાન આજે તમામ ગેમ ઝોન ખોલાવીને ત્યાં સંપૂર્ણપણે સર્વે કરાવી ને કયા કયા પ્રકારની મંજૂરીઓ લેવામાં આવી છે, તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરાયો છે, જે રિપોર્ટ આવ્યા પછી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા શનિવારે રાતે લાખોટા તળાવ ની પાળ આરટીઓ કચેરીના ભાગમાં ચાલી રહેલા ગેમઝોનને બંધ કરાવીને નાની બાળકોની સંખ્યાબંધ રાઈડ ચાલતી હતી, તે તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ખોડીયાર કોલોની વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ માં ગેમઝોન ચાલી રહ્યો હતો, જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યો છે. તેમજ મંજૂરી અંગે ની ચકાસણી થઈ રહી છે. જામનગર શહેરમાં એમયૂઝમેન્ટ પાર્ક માં ગેમ ઝોન ચાલી રહ્યો છે, જોકે હાલમાં જેમાં રાઇડ બંધ છે. ઉપરાંત લાલપુર બાયપાસ ચોકડી પાસે પણ એક ગેમ ઝોન ચાલી રહ્યો છે. આ ઉપરાંત જામનગરના દિગ્વિજય પ્લોટ, પટેલ કોલોની, રણજીતસાગર રોડ, અંબર સિનેમા રોડ, યુનિક શોપિંગ સેન્ટર, સહિતના વિસ્તારમાં ચાલતા અલગ અલગ ગેમ વિડીયો પાર્લર શનિવારે રાતે બંધ કરાવી દેવાયા હતા


