મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજરોજ જામનગર ખાતે યોજાનારા કાર્યક્રમોના આયોજનમાં અચાનક હવામાનમાં આવેલા પલટાને કારણે ફેરફાર કરવામાં આવ્યો

ખરાબ હવામાનને પરિણામે મુખ્યમંત્રીશ્રીનું વિમાન ગાંધીનગરથી ટેક-ઓફ કરી શકે તેમ ન હોવાથી અને જામનગર ખાતે સુરક્ષિત લેન્ડિંગ શક્ય ન જણાતા મુખ્યમંત્રીશ્રી પ્રત્યક્ષ રીતે જામનગર ખાતે ઉપસ્થિત રહી શકશે નહીં. જોકે, જામનગરના વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી જ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. હાપા એપીએમસી તથા ટાઉનહોલના બંને કાર્યક્રમો નિયત સમય મુજબ જ યોજાશે.

મુખ્યમંત્રીશ્રી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાઈને જામનગરવાસીઓને સંબોધિત કરશે અને વિકાસકાર્યોની ભેટ આપશે. વહીવટીતંત્ર દ્વારા તમામ કાર્યક્રમોની અન્ય વ્યવસ્થાઓ પૂર્વવત્ રાખવામાં આવી છે

Related Articles

Leave a Reply

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles