spot_img

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જામનગર જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ: જામનગરની ટૂંકી મુલાકાત બાદ મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે

બેઠકમાં કલેકટર દ્વારા ચાંદીપુરા વાયરસ, કોલેરા, જિલ્લાના ડેમો તથા માર્ગોની સ્થિતિ વગેરે બાબતોની પણ સમીક્ષા કરી

જામનગર તા.23 જુલાઈ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા. 23 જુલાઈના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે તેઓ બપોરે 3.30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.મુખ્યમંત્રીના આગમનને લઈ તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટરએ મુખ્યમંત્રીને આગમનને આનુસંગિક તમામ વ્યવસ્થાઓ ત્વરિત હાથ ધરવા લગત અધિકારીઓને સૂચન કર્યું હતું તેમજ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અને કોલેરા રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ તથા જિલ્લાના ડેમો તથા માર્ગો વિશે પણ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઇજનેર સ્ટેટ તથા પંચાયત, પીજીવીસીએલ, એરપોર્ટ ઓથોરિટી, આર.ટી.ઓ., ફાયર વગેરે વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles