ગુજરાતના ‘બેસ્ટ થિમ પાર્ક’ અને ‘બેસ્ટ યુનિક પ્રોપર્ટી’ તરીકેની ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરતા જસ્મિન પટેલ: અડાલજ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં દિગ્ગજોની ઉપસ્થિતિ
જામનગર:દેવભૂમિ દ્વારકાની પાવન ધરા પર પ્રવાસન ઉદ્યોગમાં એક નવું સીમાચિહ્ન અંકિત થયું છે, જ્યાં વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા અને જ્યોતિર્લિંગ નાગેશ્વરને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર આવેલા અત્યાધુનિક ‘અમેઝિંગ ફનવર્લ્ડ રિસોર્ટ’ના ઓનર જસ્મિન પટેલને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ ગણાતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.અમદાવાદના અડાલજ ખાતે અત્યંત ભવ્ય અને દિવ્ય માહોલમાં યોજાયેલા ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ-2025’ની સાતમી સીઝન (Season-7)ના રંગારંગ કાર્યક્રમમાં આ ગૌરવપ્રદ ક્ષણ સર્જાઈ હતી.

આ સમારંભની ગરિમા વધારવા માટે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના યુવા અને તેજસ્વી નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, તેમજ સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ સમાન અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી જેવા ટોચના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાક્ષીએ આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.અમેઝિંગ ફનવર્લ્ડ રિસોર્ટની આ જ્વલંત સફળતા માત્ર દ્વારકા જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવરૂપ છે, કારણ કે આ રિસોર્ટને એક નહીં પરંતુ કુલ બે અત્યંત પ્રતિષ્ઠિત કેટેગરીમાં શ્રેષ્ઠતાના એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેમાં પ્રથમ એવોર્ડ ‘બેસ્ટ થિમ પાર્ક ઈન ગુજરાત’ તરીકે અને બીજો એવોર્ડ ‘બેસ્ટ યુનિક પ્રોપર્ટી ઈન ગુજરાત’ તરીકે એનાયત કરવામાં આવ્યો છે,
જે રિસોર્ટની વિશિષ્ટતા અને ત્યાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓની સાબિતી પૂરી પાડે છે. જસ્મિન પટેલના દૂરંદેશી નેતૃત્વ અને અથાક પ્રયાસોના પરિણામ સ્વરૂપે તૈયાર થયેલા આ પ્રોજેક્ટને રાજ્યના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા બિરદાવવામાં આવતા, દ્વારકા આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે મનોરંજન અને આરામનું આ એક શ્રેષ્ઠ નજરાણું સાબિત થયું છે.આ સમારંભમાં પ્રાપ્ત થયેલી ડબલ સિદ્ધિએ ગુજરાતના હોસ્પિટાલિટી સેક્ટરમાં અમેઝિંગ ફનવર્લ્ડ રિસોર્ટનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એવોર્ડ સ્વીકારતી વખતે જસ્મિન પટેલે જે ગૌરવ અનુભવ્યું હતું, તે સમગ્ર પ્રવાસન ઉદ્યોગ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પરંતુ પ્રવાસીઓને અદભુત અનુભવ આપવાની કટિબદ્ધતા અને ગુણવત્તાનું પ્રમાણપત્ર છે, જે આવનારા સમયમાં દ્વારકાના પ્રવાસન વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ગુજરાતને ગ્લોબલ ટુરિઝમ મેપ પર વધુ મજબૂત સ્થાન અપાવશે.


