spot_img

દરેડ GIDCમાં ઐતિહાસિક જન-શૈલાબ: ‘ત્રિશૂળ’ના સમર્થનમાં હજારો ઉદ્યોગકારો ઉમટ્યા, વિષ્ણુ પટેલના નેતૃત્વ હેઠળ ‘ઉદ્યોગિક હિતકારી પેનલે’ ચૂંટણી અગાઉ જ સત્તાધારી ‘પ્રગતિશીલ પેનલ’નો સૂર્ય અસ્ત કરાવ્યો

૮૫ હજાર ફૂટનો પ્લોટ બે હજાર થી વધુ જનમેદનીથી છલકાયો, એસોસિએશનના કુલ સભ્યો (અંદાજે ૧૮૦૦) કરતાં પણ વધુ સમર્થકોની હાજરીથી દરેડના ઉદ્યોગ જગતમાં નવો કીર્તિમાન સ્થાપિત

જામનગરના બ્રાસ ઉદ્યોગના હબ ગણાતા દરેડ GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી સભ્યોની ચૂંટણીના અનુસંધાને ગઈકાલે સાંજે યોજાયેલી ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ (પ્રતીક: ત્રિશૂળ)ના સમર્થન સભામાં જનસમર્થનના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા અને ઉદ્યોગના ઇતિહાસમાં એક નવો કીર્તિમાન રચાયો હતો.

દરેડ ઉદ્યોગમાં એસોસિએશનના કુલ સભ્યોની સંખ્યા અંદાજે ૧૮૦૦ જેટલી હોવા છતાં, આ શક્તિ પ્રદર્શનમાં ૨૦૦૦થી પણ વધુ ઉદ્યોગકારો અને સમર્થકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. સભાસ્થળનો ૮૫ હજાર ફૂટનો વિશાળ પ્લોટ સમર્થકોના અદમ્ય ઉત્સાહ અને થનગનાટથી ખચાખચ ઉભરાઈ ગયો હતો, જે સ્પષ્ટ સંકેત આપી રહ્યો હતો કે ઉદ્યોગકારો હવે પરિવર્તન માટે થનગની રહ્યા છે અને યુવા ચહેરાને એકવાર સેવા કરવાની તક આપવા માટે તત્પર છે.

આ જંગી જનશૈલાબને સંબોધન કરનારા મુખ્ય વક્તાઓમાં જીગ્નેશભાઈ લાવટી, ઓમ બ્રાસના પરેશભાઈ પટેલ, દિનેશભાઇ ચાંગાણી, GST સલાહકાર અક્ષતભાઈ વ્યાસ, અને વિષ્ણુભાઈ પાંભરનો સમાવેશ થતો હતો. તેમના ધારદાર સંબોધન અને પેનલના વિકાસલક્ષી એજન્ડાએ ઉદ્યોગકારોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના આ અભૂતપૂર્વ જનસમર્થનને જોતા, સામે પક્ષે રહેલી વર્તમાન સત્તાધારી ‘પ્રગતિશીલ પેનલ’ (પ્રતીક: સૂર્ય)ની છાવણીમાં ગભરાહટ અને સન્નાટો જોવા મળ્યો હતો.

રાજકીય વિશ્લેષકોના મતે, ગઈકાલની રાત્રિએ ઉમટેલો આ માનવ મહેરામણ એ વાતનો સ્પષ્ટ પુરાવો છે કે ચૂંટણીના મતદાન પહેલા જ ‘પ્રગતિશીલ પેનલ’નો ‘સૂર્ય’ અસ્ત થઈ ગયો છે અને વિષ્ણુ પટેલના નેતૃત્વ હેઠળ ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ ભવ્ય વિજય તરફ નિશ્ચિતપણે આગળ વધી રહી છે, જે આવતીકાલે યોજાનાર મતદાનનું પરિણામ કેવું રહેશે તેનો સ્પષ્ટ નિર્દેશ આપી જાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles