spot_img

દરેડ ઉદ્યોગનગરમાં દોડધામ : સંખ્યાબંધ પ્લોટધારકોને નોટિસ…: ઘણાં બધાં ઉદ્યોગકારોએ ઔદ્યોગિક પ્રવૃતિઓ માટે જીઆઈડીસી પાસેથી પ્લોટ મેળવી લીધાં પછી ત્યાં દુકાનો ખડકી દીધી : 15 દિવસમાં મામલો સુલટાવવા આખરીનામું..

જામનગર મિરર, તા. 18: જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં દોડધામ મચી છે, ઘણાં આસામીઓએ જે-તે સમયે જીઆઈડીસી પાસેથી ઔદ્યોગિક હેતુ દર્શાવી, પ્લોટની ખરીદીઓ કરી છે પરંતુ આવા પ્લોટમાં ઉદ્યોગની સ્થાપના કરવાને બદલે ત્યાં દુકાનો અને ગોદામો વગેરે બનાવી નાંખી તેમાંથી શરતભંગ કરીને નાણાં કમાવવા કીમિયો કર્યો છે, આ પ્રકારના આસામીઓને નોટિસો ફટકારવામાં આવી છે. જીઆઈડીસી સત્તાવાળાઓએ દરેડના બે ઉદ્યોગનગર ફેસ-ટુ અને ફેસ-થ્રીના અંદાજે પચાસેક જેટલાં આસામીઓને ફટકારેલી આ નોટિસમાં જણાવાયું છે કે, આ આસામીઓએ ઔદ્યોગિક વિકાસ નિગમ સાથેના કરારખતનો ભંગ કર્યો છે. કરારખતની શરત નં. 3 નો ભંગ થયો છે કેમ કે આવા પ્લોટસમાં વાણિજ્યિક પ્રવૃતિઓ ચાલી રહી હોવાનું સત્તાવાળાઓના ધ્યાન પર આવ્યું છે. આ નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, કરારખતની 17 નંબરની શરત કહે છે કે, કરારખતની કોઈ પણ શરતનો ભંગ થયો હોય તેવા કેસમાં આ કરારખત રદ્દ થઈ શકે અને જીપીપી એક્ટ- 1972 મુજબ સત્તાવાળાઓ આવા પ્લોટ આસામીઓ પાસેથી પરત લઈ શકે છે. નોટિસ કહે છે: આ પ્રકારના પ્લોટમાં ચાલતી કોઈ પણ પ્રકારની વાણિજ્યિક પ્રવૃતિઓ તાકીદે બંધ કરાવવાની રહેશે. અને આ બાબતે આધાર પુરાવાઓ સાથે 15 દિવસમાં આ અંગે સત્તાવાળાઓને જાણ કરવાની રહેશે. જો આમ કરવામાં આ આસામીઓ નિષ્ફળ રહેશે તો, સત્તાવાળાઓ આ પ્રકારના પ્લોટ કબજે લેશે અને આવા પ્લોટના કરાર આપોઆપ રદ્દ થઈ જશે. જીઆઈડીસીના નાયબ કાર્યપાલક ઈજનેરની સહીથી આ નોટિસો આવા પ્લોટધારકોને મોકલવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉદ્યોગનગરમાં આવા ઘણાં પ્લોટમાં ટ્રાન્સપોર્ટની ઓફિસો, ગોદામો, ચા નાસ્તાની હોટેલો, લોજ, પાનની અને હેર પાર્લર વગેરેની દુકાનો ધમધમતી હોય છે. આ પ્રકારના ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઈ છે. તેઓ આ નોટિસનો તોડ કાઢવા આગેવાનોને શોધી રહ્યા હોવાનું જાણવા મળે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ઉદ્યોગનગરમાં ચોક્કસ સ્થાન પર વાણિજ્યિક પ્રવૃતિઓ માટેના અલગથી પ્લોટસની ફાળવણી થયેલી છે જ, આવી દુકાનો વગેરેના દસ્તાવેજ પણ બને છે. પરંતુ ઔદ્યોગિક એકમ માટેના પ્લોટમાં ખડકાયેલી દુકાનો વગેરેના દસ્તાવેજ બની ન શકે. આ પ્રકારના વાણિજ્યિક સ્થળોના ભાવ અને કાયદેસરના દુકાનો વગેરેના ભાવોમાં પણ મોટો તફાવત રહેતો હોવાનું જાણકારો કહે છે. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, કોર્પોરેશન તથા જીઆઈડીસી વચ્ચે એમઓયુ થયા બાદ જીઆઈડીસી સત્તાવાળાઓએ આ પ્રકારની ફાઇલો હાથ પર લીધી હોય એ શક્ય છે. આગામી દિવસોમાં આ દોડધામ મોટો વિવાદ ઉભો કરે તો પણ નવાઈ નહીં.

Related Articles

1 COMMENT

  1. તમારા ખોટા કજિયા માં દુકાનદાર ના શું વાંક એમના હપ્તા કોણ ભરશે?

    ત્યાં ફેસ 2 માં ક્યાંય commercial જગ્યા નઈ આપી હવે ચૂંટણી પૂરી એટલે નખરા ચાલુ…

    કે પાણી જિસકા પિયેંગે ઉસપે હી સુસુ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles