spot_img

જામનગર માથી ૩૧ નંગ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ચાર આરોપીઓ ઝડપાયા

જામનગર તા. ૨૪, જામનગર, રાજકોટ અને દેવભુમી દ્વારકા વિસ્તારો માંથી છળકપટ કે ચોરી થી મોબાઇલ ફોન સેરવી લેતા તસ્કરો ને કુલ ૩૧ નંગ મોબાઇલ ફોન સાથે પોલીસે જામનગર માંથી ઝડપી લીધા છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક જામનગર પ્રેમસુખ ડેલુ ની સૂચના થી પોલીસ ઇન્સ. જે.વી ચૌધરી નાં માર્ગ દર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.બી. બરબસીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા .તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે અંધાશ્રમ આવાસ શંકરના મંદિર પાસે અમુક ઇસમો અલગ અલગ મોબાઇલ ફોન ચોરી કે છળકપટ થી મેળવી ને ઉભા છે. જે હકીકત આધારે રેઇડ કરવામાં આવી હતી.અને સંજય નાનાજીભાઈ ગોહીલ , મયુરભાઇ પ્રકાસભાઇ મહિડા અને મિલન ઉર્ફે કાલી અમરશીભાઇ શેખવા તેમજ એક સગીર ને ઝડપી લીધા હતા.અને તેઓ નાં કબ્જા માંથી રૂ.૨ લાખ ૯૦ હજાર ની કિંમત નાં ૩૧ નંગ મોબાઇલ ફોન કબ્જે લિધા હતા. આરોપી ઓ ની પુછપરછ મા તેઓ એ જામનગર થી રાજકોટ અને કાલાવડ થી રાજકોટ હાઇવે ઉપર આવતા પેટ્રોલપંપ અને બંધ મકાન અને ઝુપડામા મોડી રાત્રીના બે આરોપી ઓ મોબાઈલ ચોરી કરતા તે સમયે બાકી નાં આરોપી ૧ અને ૪ નજર રાખતા હતા . તેમજ જામનગર થી દ્વારકા જતા પદયાત્રી જેઓ રાત્રી ના કેમ્પમાં રોકાયેલ ત્યા થી પણ ઉપરોકત ચારેય જણાઓ એ મોબાઇલ ફોન ઉઠાંતરી કરી હતી.પોલીસે ચારેય આરોપીઓ ની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles