spot_img

જામનગર દરેડ GIDCના સત્તાસંગ્રામનો મહામુકાબલો: ‘પ્રગતિશીલ પેનલ’ના સાત વર્ષના શાસનને પડકારતી ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ મેદાનમાં, સાત વર્ષના શાસનથી ત્રસ્ત ઉદ્યોગકારોમાં પરિવર્તનની લહેર

આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ યોજાનારી ચૂંટણીમાં ૨૧ બેઠકો માટે ૪૨ ઉમેદવારો સામસામે, ‘ત્રિશુલ’ના પ્રતીક સાથે ઉતરેલી નવી પેનલના વિકાસલક્ષી મુદ્દાઓ અને કદાવર ઉદ્યોગકારો ના સમર્થનથી વાતાવરણ ગરમાયું, વર્તમાન ‘સૂર્ય’ પેનલ પર ઉઘરાણા અને ડબલ ટેક્સના મુદ્દે ઉદ્યોગકારોમાં નારાજગી

જામનગરના દરેડ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં હાલ ચૂંટણીનો માહોલ અંતિમ ચારણ તરફ પહોંચ્યો છે, જ્યાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી સભ્યોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે બે મુખ્ય પેનલો વચ્ચે સીધો અને અત્યંત રસાકસીભર્યો જંગ નિર્ધારિત થયો છે. વર્તમાન સત્તાધારી જૂથ, જે ‘પ્રગતિશીલ પેનલ’ના નામે અને ‘સૂર્ય’ના ચૂંટણી પ્રતીક સાથે પોતાના સાત વર્ષના શાસનકાળની સિદ્ધિઓ ગણાવી મત માંગી રહ્યું છે, તેની સામે પરિવર્તનના મજબૂત ઈરાદા સાથે ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ ‘ત્રિશુલ’ના પ્રતીક સાથે મેદાનમાં ઉતરી છે, જેના કારણે સમગ્ર ઔદ્યોગિક વસાહતનું વાતાવરણ ગરમાગરમ ચર્ચાઓથી ગુંજી રહ્યું છે.

‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ દ્વારા જાહેર કરવામાં આવેલા વિકાસલક્ષી મુદ્દાઓએ ઉદ્યોગકારોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, જેમાં GIDC માટે અત્યંત જરૂરી એવા એન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)ની સ્થાપના, કામદારો અને સ્થાનિકો માટે જન આરોગ્ય કેન્દ્રનું નિર્માણ, યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની રચના, ૧,૫૦૦ લોકોની ક્ષમતાવાળા ભવ્ય ઓડિટોરિયમનું નિર્માણ, GIDC સંલગ્ન રહેણાંક વિસ્તારોનો સુવિધાપૂર્ણ વિકાસ અને સમગ્ર બ્રાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ક્લસ્ટર ગ્રાન્ટ મેળવવા જેવી મહત્વકાંક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે. આ પેનલના સભ્યો, જેમાં ઉચ્ચ શિક્ષિત, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના જાણકાર અને નાના-મોટા તમામ કારખાનેદારોના પ્રતિનિધિઓનું સંતુલિત મિશ્રણ છે, તેઓ GIDCના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે ભારે ઉત્સાહ અને થનગનાટ અનુભવી રહ્યા છે, જેના પરિણામે દિવસેને દિવસે તેમનો જનસમર્થનનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે.

આ પેનલની સૌથી મોટી તાકાત તેના એક મુખ્ય ઉમેદવાર અને પાછલા બારણેથી મળતું એક કદાવર ઉદ્યોગકારનું સમર્થન માનવામાં આવે છે; આ એવા વ્યક્તિ છે જેમની પાસે બ્રાસ ઉદ્યોગનું પાયાનું અને ઉચ્ચ સ્તરીય જ્ઞાન છે, જેઓ સમગ્ર ઉદ્યોગ જગતમાં ટોચનું સ્થાન ધરાવે છે અને તેમના પિતાશ્રીના વારસાને આગળ ધપાવતા તમામ ઉદ્યોગકારોને એક તાંતણે બાંધીને વિકાસના શિખરો સર કરવાની નેતૃત્વ ક્ષમતા ધરાવે છે, જેનો સીધો લાભ ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ને મળી રહ્યો છે. બીજી તરફ, સાત વર્ષથી સત્તામાં રહેલી ‘પ્રગતિશીલ પેનલ’ સામે ઉદ્યોગકારોમાં વ્યાપક નારાજગી અને શાસનવિરોધી લહેર જોવા મળી રહી છે. ઉદ્યોગકારોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વર્તમાન પેનલે માત્ર ઉઘરાણા કરવા સિવાય કોઈ નક્કર કામગીરી કરી નથી. વર્ષોની રજૂઆતો બાદ માંડ-માંડ બનેલા રોડ-રસ્તાઓ માટે ઉદ્યોગકારોએ સાત-સાત વર્ષ સુધી હાલાકી ભોગવી છે અને ડબલ ટેક્સના બોજ હેઠળ કરોડો રૂપિયાનું આર્થિક ધોવાણ સહન કરવું પડ્યું છે, જેવી ગંભીર સમસ્યાઓનું નિરાકરણ વર્તમાન બોડી નિષ્ફળ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આમ, ૨૧ બેઠકો માટે કુલ ૪૨ ઉમેદવારો વચ્ચેનો આ જંગ હવે પ્રતિષ્ઠાનો વિષય બન્યો છે, અને આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનમાં દરેડ GIDCના ઉદ્યોગકારોએ હિતકારી પેનલને સત્તાનું સુકાન સોંપવાનું મન બનાવી લીધું હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles