ટ્રેક્ટર અને છોટા હાથી વચ્ચે અથડામણ : ઈજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલમા ખસેડાયા
જામનગર, હોળીના તહેવાર નિમિતે દ્વારકા ખાતે યોજાનારા ફુલડોર ઉત્સવમાં ભાગ લેવા માટે જામનગરથી ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા માટે જઈ રહેલા પરિવારનો અકસ્માતમા ઘાયલ થયા હોવાનું અહેવાલ મળ્યા છે જામનગર થી દ્વારકા છોટા હાથી સાથે જઈ રહેલા યાત્રીઓની સેવા અર્થે જઈ રહેલા પરિવારને ગઈકાલે સાંજે પડાણા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગર્ભવતી મહિલા સહિત 6 યાત્રીઓ ઘાયલ થયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, ૬ યાત્રીઓનો જૂથ જામનગરથી છોટા હાથી સાથે સાંજે પડાણા ગામ નજીક પહોંચતાં, ટ્રેક્ટર અને છોટા હાથી વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણમાં છોટા હાથી પર સવાર ૬ યાત્રીઓ ફેંકાઈ ગયા હતા, જેમાં ગર્ભવતી મહિલા સહિત ૬ યાત્રીઓને ગંભીર ઈજા પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યાત્રીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તપાસ કરતાં ૨ યાત્રીઓની હાલત ગંભીર હોવાનું જણાયું છે.. ઘાયલ યાત્રીઓના સ્નેહીઓ અને પરિવારના સભ્યો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.


