spot_img

જામનગર એલસીબીના બે કર્મચારીઓને એએસઆઈ તરીકે બઢતી મળતા “Pipping Ceremony” સેરીમની યોજાઈ

જામનગરઃ જામનગર એલસીબીમાં ફરજ બજાવતા દિલીપભાઈ તલાવડીયા અને વનરાજભાઈ મકવાણાને એએસઆઈ તરીકે બઢતી મળી છે. તેમની આ ઉપલબ્ધિની ઉજવણી માટે જામનગર એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા અને એસ.ઓ.જી પીઆઈ બી.એન ચૌધરી દ્વારા એક વિશેષ ‘પીપિંગ સેરીમની’ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નવા બઢતી પામેલા એએસઆઈઓને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ અધિક્ષક એ આ બંને અધિકારીઓની સેવાઓની પ્રશંસા કરતાં તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.દિલીપભાઈ તલાવડીયા અને વનરાજભાઈ મકવાણાએ જામનગર એલસીબીમાં ઘણી બધી મહત્વની કામગીરી બજાવી છે. તેમણે અનેક ગુનાઓને ઉકેલવામા અને ગુનેગારોને પકડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની આ બઢતી એ તેમની કાર્યક્ષમતા અને નિષ્ઠાનું પ્રમાણ છે.આ પ્રસંગે બંને અધિકારીઓએ પોતાના સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ પોતાની જવાબદારીઓ નિભાવવા માટે વધુ પ્રયત્નશીલ રહેશે. જામનગર એલસીબીના આ બંને કર્મચારીઓને બઢતી મળવી એ સમગ્ર પોલીસ વિભાગ માટે ગૌરવની વાત છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles