spot_img

જામનગરમાં સાયચા ગેંગ ને મિટ્ટી માં મિલાવી દેવાશે: એસપી ની ગર્જના, સાયચા ગેંગ દ્વારા ગરીબ માણસોને વ્યાજે પૈસા લઈ ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસુલી ગેરકાયદે મિલકતો વસાવાઈ હતી: એસપી

જામનગરની શિક્ષિકા ને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેમજ નગરના એડવોકેટ હારુન પલેજાની સરા જાહેર હત્યા કરનાર ગેંગ ને નેસ્ત નાબૂદ કરી નાખવા માટે એનો એસ.પી. પ્રેમસુખ ડેલુએ પ્રણ લીધો છે. જે ગેંગની અગાઉની ત્રણ મિલકતો તોડી પાડ્યા પછી આજે વધારાની છ મિલકતો, કે જેને કાયદા ની મર્યાદામાં રહીને સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું છે. અને સમગ્ર સાયચા ગેંગને મિટ્ટીમાં મિલાવી દેવાની એસ.પી. દ્વારા ગર્જના કરવામાં આવી છે. જામનગર પોલીસ તંત્રના આકરા પગલાને લઈને ભારે નાશભાગ થઈ છે, અને તેઓના મહિલા સહિતના પરિવારના તમામ સભ્યો જામનગર છોડીને ભાગી છુટ્યા છે. એડવોકેટના હત્યારા ગુનેગારોને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા ઝાળ બિચાવવામાં આવી છે, અને એક પણ આરોપીઓને કાયદાની મર્યાદામાં છોડવામાં આવશે નહીં, ઉપરાંત તેઓની મિલકત ને પણ સાફ કરી નાખવામાં આવશે, અને કાયદાની મર્યાદામાં કોઈ છટકબારી ન રહે, તેની પૂરી તકેદારી ખુદ એસ.પી. દ્વારા રાખવામાં આવી રહી છે.

સાયચા ગેંગ દ્વારા ગરીબ માણસોને વ્યાજે પૈસા લઈ ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસુલી ગેરકાયદે મિલકતો વસાવાઈ હતી: એસપી

જામનગર ના સાયચા ગેંગ ના સભ્ય સામે એડવોકેટની હત્યા નીપજાવવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, અને હાલ આરોપીઓ ભાગી છુટ્યા છે, ત્યારે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા તથા સીટી મામલતદારની ટીમ દ્વારા બેડી વિસ્તારમાં મેગા ડીમોલેસન હાથ ધર્યું છે, અને સાયચા બંધુઓની વધુ મિલકતો પર બુલડોઝર ફેરવાયું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. સાચા ગેંગ દ્વારા મારામારી- ધાકધમકી સહિતના અનેક ગુન્હા આચરવામાં આવ્યા હોવાનું જાણવા માટે મળી રહ્યું છે. એટલું જ માત્ર નહીં તેઓ દ્વારા ગરીબ માણસોને ગેરકાયદે રીતે નાણાં ધીરધાર કરી માસિક રૂપિયા ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું અને તે રકમોની ઉઘરાણી ના આધારે મિલકતો ખટકી દીધી હોવાનું અનુમાન લગાવાયું છે, સમગ્ર મામલે એસપી ની આગેવાની હેઠળ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles