spot_img

જામનગરમાં લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે સમૂહલગ્નોત્સવ યોજાયા

જામનગર તા ૨૧, જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ જામનગર તથા શ્રી લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ -જામનગરના સંયુક્ત ઉપક્રમે ૨૪મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન – જામનગર ખાતે યોજાયો હતો.જામનગરમાં તારીખ. ૦૩.૦૫.૨૦૨૪ ને શુક્રવારના રોજ યોજવામાં આવેલા આ સમૂહલગ્નોત્સવ પૂર્વે તા.૦૨-૦૫-૨૦૨૪ ના ગુરૂવારે સાંજે દીપ યજ્ઞ નું આયોજન અવસરના આંગણે જ થયું હતું, અને બહોળી સંખ્યામા લોકોએ લાભ લીધો હતો. જ્યાં લગ્ન હિન્દુ શાસ્ત્રોક વિધીથી કરાવવામાં આવ્યા હતા.આ પ્રસંગે યોજાયેલા સ્ટેજ કાર્યક્રમની શરૂઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ રજુ કરેલી ગણેશ વંદનાથી થઇ હતી. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. પધારેલા મહેમાનો અને સમાજ શ્રેષ્ઠીઓનું ખેસપહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્નોનું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્ન માં જોડાયેલા નવદંપતિઓમા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્ય હોય તેને એફ.ડી. અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક કન્યાને રૂ.૨૪,૦૦૦ ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા, અને સ્થળ ઉપર મેરેજ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા.આમંત્રિત મહેમાનો અને સમાજ અગ્રણીઓએ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજવાડી બાંધકામ ના દાતાઓને તથા ભુમીદાતાઓને બિરદાવ્યા અને આવતા દિવસોમાં સમાજ માંથી કાયમી વધુ ને વધુ સહકાર આપી આવા સારા કાર્યોમાં જોડાવા અને આ સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરી હતી.તદુપરાંત બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો હતો, જેમાં પધારેલા સૌ કોઈએ બહોળી સંખ્યામાં રક્તદાન કરીને સહકાર આપ્યો હતો. આ પ્રસંગ ને સફળ બનાવવા બહોળી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી, અને કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles