જામનગર શહેરમાં છેલ્લા બે દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે…
જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, આજથી બુધવાર સુધી લોકમેળો પ્રદર્શન મેદાન તથા નાગેશ્વર રંગમતી નાગમતી નદીના પટના બંને જગ્યાના મેળા બંધ રહેશે. બુધવારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ આગામી દિવસો માટે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય લેવા પાછળનું કારણ એ છે કે ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે, જે લોકો માટે જોખમી બની શકે છે. આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
જામનગર મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ભારે વરસાદ દરમિયાન સાવચેત રહે અને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. આ ઉપરાંત, મહાનગરપાલિકાએ તમામ સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે તેઓ ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે.


