જામનગરમા જામનગર શહેરમાં થર્ડ પાર્ટી ટુ લાઇન ડેમેજ તથા ગેસ વિતરણ પ્રણાલીમાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે હજારો પરિવારોના જીવનને અસર થઈ છે. આ ઘટનાને કારણે ગુરુદ્વારા અને લિમડાલાઇન સહિત અનેક વિસ્તારોમાં પુરવઠો ખોરવાયો છે.આ વિક્ષેપ સાત રસ્તા નજીક સર્જાયેલી ખામીને કારણે સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ વિક્ષેપના લઈ આજે જામનગર મિરર દ્વારા ગુજરાત ગેસ કંપની નો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમના જણાવ્યા અનુસાર થર્ડ પાર્ટી ટુ લાઇન લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં ગેસનો પુરવઠો તાત્કાલિક અટકી ગયો હોવાનું જણાવ્યું હતું વધુ મા, આ વિક્ષેપ દૂર કર્યા બાદ આજે ત્રણ વાગ્યા સુધીમાં પુરવઠો ફરી પૂર્વવરત થશે, રિપેર કવાયત હાલમાં પ્રગતિમાં હોય, ટેકનિશિયન શક્ય તેટલી વહેલી તકે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમા વિક્ષેપથી ભારે અસુવિધા થઈ છે, કારણ કે અસંખ્ય ઘરોમાં રસોઈ અને ગરમીના હેતુઓ માટે ગેસ એ નિર્ણાયક ઉર્જા સ્ત્રોત છે. આ અણધાર્યા વિક્ષેપને કારણે પરિવારો, ખાસ કરીને ગુરુદ્વારા અને લિમડાલાઇન વિસ્તારમાં રહેતા લોકો, તેમની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાત ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની સહિત સ્થાનિક સત્તાવાળાઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવા અને અસરગ્રસ્ત પરિવારોને પડતી અસુવિધા ઘટાડવા માટે ઝડપી પગલાં લીધા લઈ રહ્યા છે.
જામનગરમાં ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા હજારો પરિવારોને અસર, થર્ડ પાર્ટી ટુ લાઇનમા ક્ષતી સર્જાતા આજે ત્રણ વાગ્યાં સુધી અનેક વિસ્તારોમાં પુરવઠો બંધ રહશે: ગુજરાત ગેસ
0
170


