spot_img

જામનગરમાં આવતીકાલે ૧૧ દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ, શ્રી શનિદેવ દેવસ્થાન સેવા સમિતિ અને લોટસ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન

જામનગર: જામનગરમાં આવતીકાલે, ૧૬ માર્ચ, ૨૦૨૫ (રવિવાર)ના રોજ, શ્રી ખોડિયાર માતાજી મંદિર, નાગેશ્વર મંદિરની સામે, ૧૧ દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાશે. શ્રી શનિદેવ દેવસ્થાન સેવા સમિતિ તથા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. મહંતશ્રી કારૂ મહારાજની પ્રેરણાથી આ ૧૫ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે શહેરના નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.કાર્યક્રમની શરૂઆત સવારે ૭:૦૦ કલાકે કન્યા પક્ષના આગમન સાથે થશે, ત્યારબાદ સવારે ૭:૩૦ કલાકે જાનનું આગમન થશે. સવારે ૯:૩૦ કલાકે હસ્ત મેળાપની વિધિ યોજાશે, અને બપોરે ૩:૦૦ કલાકે જાન વિદાય થશે. બપોરે ૧૧:૦૦ વાગ્યાથી ૧:૦૦ વાગ્યા સુધી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

લગ્નવિધિના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રીજી શ્રી અનિલભાઈ સુખદેવભાઈ રાવલ ઉપસ્થિત રહેશે. સાઉન્ડ સિસ્ટમની સેવા ડી.જે. બીપ્સ (બીપીનભાઈ તન્ના) – મઢુલી ધમાકા દ્વારા પૂરી પાડવામાં આવશે. વ્યવસ્થા અને શ્રમદાન શ્રી રામદેવ મિત્ર મંડળ (નાગેશ્વર) અને શ્રી શનિદેવ યુવક મંડળ (નાગેશ્વર) દ્વારા કરવામાં આવશે.

દેવસ્થાન સમિતિ તથા આયોજન સમિતિના હોદ્દેદારોમાં કપિલ મહારાજ (શ્રી શનિદેવ મંદિરના પૂજારી), ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, જમનભાઈ બાબીયા, અરવિંદભાઈ કોડીનારીયા, હેમત દોમડીયા, સંજયભાઈ સુદાણી, બિપીનભાઈ પટેલ (લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ) અને મુન્ના મહારાજ (ખોડિયાર મંદિર)નો સમાવેશ થાય છે. આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ દીકરીઓના જીવનની નવી શરૂઆત થશે, અને આ શુભ અવસરને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles