spot_img

જામનગરનું 11 કરોડનું છેતરપિંડી પ્રકરણ…: કરોડોનુ કૌભાંડ આચરી રફૂચક્કર થઇ જનારા ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ નામની બોગસ કંપનીના મહાશયોની સોશ્યલ મીડિયામા વેબ તસવીરો વાઇરલ.. નગરજનોનો સળગતો સવાલ.. કૌભાંડકારી મંડળીના આ ચહેરાઓની ભૂમિકા શુ..?

ક્રેડિટબુલ્સ જેવી કંપનીઓ ધમધમતી હોય ત્યારે, સૌ જવાબદારો ક્યાં હોય છે ?!

https://youtube.com/@investor-ft4sp?si=WmxRmxp9uHDQcDtJ

આ કંપનીમાં અગાઉ હોદ્દાઓ ભોગવી ચૂકેલાં યુવકો અને યુવતિઓ આ ષડ્યંત્રના ભાગીદારો હતાં કે નહીં ?!: કોણ કોણ આરોપીઓ અને કોણ માત્ર શકમંદ ? સૌની નજર ચાર્જશીટ પર:આ પ્રકારની લૂંટણફૌજ બનાવનારાઓ ખુદ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ મેળવતાં હોય, એવી તસવીરો પણ વાયરલ…

જામનગર મિરર, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચીટિંગ ઉર્ફે છેતરપિંડીનો ધંધો હંમેશા પૂરબહારમાં રહ્યો છે. કરોડો રૂપિયાના ખેલ પડતાં જ રહે છે. ‘ખેલાડીઓ’ને આ દેશમાં કોઈ ફાંસીના માંચડે ચડાવી દેતું નથી, એવી માનસિકતા સાથે ચોક્કસ પ્રકારના તત્વો જુદાં જુદાં નામો સાથે, જુદાં જુદાં ક્ષેત્રોમાં કુંડાળાઓ ચીતરતા હોય છે અને અનેક લોકોને શિકાર બનાવતાં રહે છે. જામનગરમાં ક્રેડિટબુલ્સ આવું જ એક નામ છે, આ કંપનીએ લોકોને છેતરીને રૂ. 11 કરોડ જેટલી રકમ ખિસ્સામાં સેરવી લીધી છે અને આગામી દિવસોમાં આ મામલો અદાલતમાં કાનૂની જંગ તરીકે ખેલાશે. હવે પછીના ગણતરીના દિવસોમાં આ કેસમાં પોલીસ અદાલત સમક્ષ આરોપનામું દાખલ કરશે. સૌની નજર અદાલતમાં દાખલ થનાર આ ચાર્જશીટ પર છે. જાણકારો તો એવી પણ ચર્ચાઓ કરે છે કે, આવા કેસોમાં મહત્તમ લોકોને આરોપીના કઠેડામાં ઉભા કરી દેવા જોઈએ અને તેમના વિરુદ્ધ અદાલતમાં સજ્જડ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. આ પ્રકારના કેસોમાં વધુને વધુ લોકોને સજા થાય અને આકરી સજાઓ થાય તો ભવિષ્યમાં આ પ્રકારના તત્વો આવો કોઈ ખેલ પાડતાં અગાઉ હજારવખત વિચાર કરે. આજના આ લેખમાં આ સમગ્ર પ્રકરણને આપણે સાવ અલગ રીતે સ્કેનર હેઠળ તપાસવાનો અત્રે પ્રયાસ કરીશું. જામનગર મિરર એવો મત ધરાવે છે કે, સમાજની વિરુદ્ધ આ પ્રકારના ષડયંત્ર રચનારાઓની પોલીસ અને કાનૂને ખાલ ઉતારી લેવી જોઈએ. દાખલારૂપ કાર્યવાહીઓ થવી જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles