spot_img

જામનગરની દીકરી હેત ગઢવીએ બોલિવૂડમાં ઊંચાઈઓ સર કરી: હેત ગઢવીએ NIFT હૈદરાબાદમાંથી ટેક્સટાઇલમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મિલાન (ઇટલી) ખાતે ઇન્સ્ટિટ્યુટ મેરેંગોમાં સ્ટાઇલિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં માસ્ટર્સ કર્યુ

જામનગર: જામનગરની દીકરી હેત ગઢવીએ બોલિવૂડમાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. જાણીતા સામાજિક કાર્યકર શૈલેષભાઈ ગઢવીની દીકરી હેત ગઢવીએ NIFT હૈદરાબાદમાંથી ટેક્સટાઇલમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મિલાન (ઇટલી) ખાતે ઇન્સ્ટિટ્યુટ મેરેંગોમાં સ્ટાઇલિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં માસ્ટર્સ કર્યા છે..

મુંબઈમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હેત ગઢવીએ બોલિવૂડની જાણીતી કોસ્ચ્યુમ ડિઝાઇનર નિહારિકા ભસીનની ટીમમાં જોડાઈને દિવાળીના તહેવારોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં આસિસ્ટન્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મમાં સ્ટારકાસ્ટના કોસ્ચ્યુમ્સ હેત ગઢવીએ જ ડિઝાઇન કરેલા છે.

આ પહેલા પણ હેત ગઢવીએ જેકી શ્રોફ અને ટાઇગર શ્રોફની ઉબેર એડ તેમજ બોલિવૂડ મૂવી અને વેબસીરીઝ જેવી કે ‘ગેસલાઇટ’, ‘નવ શિખ્યા’, ‘ગોટ’માં આસિસ્ટન્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરી ચૂકી છે. જામનગરના અનેક કલાકારો વિવિધ કલાક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા દેખાડી ચૂક્યા છે. હેત ગઢવીની સફળતા જામનગર માટે ગૌરવની વાત છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles