
જામનગર તા ૨૬, જામનગરના- ૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા તારીખ ૨૬.૭.૨૦૨૪ ને કારગિલ વિજય દિવસે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણી ની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તેમજ જામનગર મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો, શહેર અને જિલ્લા ભાજપના આગ્રાણીઓ, તેમજ શહેરના અન્ય ઉદ્યોગકાર વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


