spot_img

જામનગરના સત્યમ કોલોની રોડ પર આવેલા સરદાર પટેલ ભવન આવાસમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર પર એલસીબીનો દરોડો

કુલ રૂા. ર,૮૮,પ૦૦ની માલમતા સાથે સાત નબીરાઓની ધરપકડ : મકાનમાલિકના રૂમમાંથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ મળી આવી

જામનગર તા ૩૧, જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસમાં મસમોટો જુગાર ચાલતો હોવાની બાતમી એલસીબી સ્ટાફને મળી હતી. જેથી ઘટનાસ્થળે જઈ દરોડો પાડયો હતો. જ્યાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં જુગાર રમી રહેલ સાત શખ્સોને ઝડપી લીધાં હતા. આ ઉપરાંત વધુ તલાશી લેતાં મકાનમાલિકના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ પણ મળી આવી હતી. આથી પોલીસે તે પણ કબ્જે કરી તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા ર,૮૮,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસના બ્લોક નંબર એ–બીમાં ફલેટ નંબર ૧ર૦૩માં રહેતાં રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ નામન શખ્સના મકાનમાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલતો હોય તેવી બાતમી એલસીબીના હરદીપભાઈ બારડ તથા ૠષિરાજસિંહ વાળાને મળી હતી. આથી તેઓએ ગઈકાલે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાલિક રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ, નીતિન ધનજીભાઈ ચાવડા, વિપુલભાઈ શંકરભાઈ દામા, હમીરભાઈ ગોવાભાઈ વાળા, શૈલેષભાઈ મૂળજીભાઈ આદ્રોજા, નિલેશભાઈ ભીખાભાઈ અકબરી અને અનિરૂધ્ધભાઈ ગોરધનભાઈ ચોવટિયા નામના સાત શખ્સોને તીનપતી નામનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧,પર,૦૦૦, ૧૬ હજારની કિંમતના પાંચ મોબાઈલ તથા રૂ. ૧.ર૦ લાખના ચાર બાઈક સહિત કુલ રૂપિયા ર,૮૮,પ૦૦નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસે મકાનમાલિકના રૂમની તલાશી લેતાં સંતાડવામાં આવેલ રૂા. ૪૮૦૦ની કિંમતની ૧ર બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તેમની સામે જુગારધારા તેમજ પ્રોહિબિશન સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles