spot_img

જામનગરના દરેડમાંથી ૮૨ લાખનો બ્રાસનો માલ ભરીને નાસી છુટેલો ટ્રક ચાલક સુરતમાંથી મુદામાલ સાથે પકડાયો

બ્રાસપાર્ટ નો માલસામાન એક દુકાન ભાડે કરી તેમાં ઉતારી લીધો હતો: વેચવાની પેરવી કરે તે પહેલાં પોલીસે ઝડપી લીધો

જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે બ્રાસ ઉત્પાદનનું એકમ ધરાવતા એક વેપારી ની પેઢીમાંથી ૮૨ લાખનો બ્રાસ નો માલ સામાન ભરીને નીકળેલો જામનગરનો એક ટ્રક ચાલક એકાએક છુમંતર થયો હતો. તેને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સહિતની પોલીસ ટુકડીએ સુરત પંથક માંથી શોધી કાઢયો છે, અને એક દુકાનમાં ઉતારેલો બ્રાસનો તમામ મુદ્દા માલ પોલીસે કબજે કરી લઇ જામનગર લઈ આવ્યા છે. આ ફરીયાદ અંગે ના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા અને અને ટ્રાન્સપોર્ટ ની પેઢી માં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા તુષારભાઈ કિશોરભાઈ ગાગીયાએ જામનગરના રામેશ્વર નગર નજીક નંદન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ટ્રક ચાલક સામે રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમતનો તૈયાર બ્રાસ પાર્ટ નો માલસામાન બારોબાર ઉતારી લઈ છેતરપિંડી કર્યા ને ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી તુષારભાઈ ગાગીયા ની કંપનીને જામનગર થી મહારાષ્ટ્રના સીનર (નાસીક) વિસ્તારમાં આવેલી એક પેઢીમાં બ્રાસપાર્ટનો તૈયાર માલ સામાન મોકલવા માટે નો ઓર્ડર મળ્યો હતો, અને જામનગર નજીક દરેડમાં આવેલી ટોપ મેન્યુફેક્ચરિંગ કંપની માંથી રૂપિયા ૮૨,૨૫,૭૮૦ ની કિંમત નો તૈયાર માલ સામાન રવાના કરવાનો હતો. જે ઓર્ડર મુજબ તુષારભાઈ જાગીયા દ્વારા જામનગરના ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા નો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને આશાપુરા રોડવેઝ કંપની મારફતે જી.જે.૧૦ ટી.વાય. ૭૭૪૩ નંબરના ટ્રકમાં ૧૦ ટન જેટલો માલ સામાન ભરીને રવાના કરવામાં આવ્યો હતો, જેમાં ૩૦૦ નંગ દાગીનાઓ હતા, જેનું આશરે વજન ૯૮૩૮ કિલોગ્રામ અને આ માલ સામાનની કિંમત રૂપિયા ૮૨,૨૫,૭૮૦ થવા જાય છે. જે જથ્થો ટ્રકમાં ભરીને જામનગર થી ટ્રક ચાલક નીકળ્યા પછી નાસિક ના નિર્ધારીત સ્થળે પહોંચ્યો ન હતો, અને તપાસ દરમિયાન ટ્રક ચાલક બ્રાસસપોર્ટ નો માલ અન્યત્ર ઉતારી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. ત્યારબાદ તેનો ખાલી ટ્રક કામરેજ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસમાં આઇપીસી કલમ ૪૦૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને રેઢો પડેલો ટ્રક કબજે કરી લઈ તેના ચાલકની શોધખોળ હાથ ધરી હતી.આ પ્રકરણની તપાસમાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ જોડાઈ હતી, અને જુદી જુદી ટુકડીઓ ટ્રક ચાલકને શોધવા માટે નીકળી હતી. દરમિયાન સુરત કામરેજ મેઇન રોડ પર લસકાણા ગામના પાટીયા પાસેથી ટ્રક ચાલક ધર્મેન્દ્રસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, અને તેણે એક દુકાન ભાડે કરીને તમામ ૩૧૦ બ્રાસના દાગીના ઉતાર્યા હતા, જે તમામ બ્રાસ નો સમાન આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં વેચવા માટેની પહેરવી કરી રહ્યો હતો, તે પહેલાંજ પોલીસે તેને ઉઠાવી લીધા છે, અને તમામ માલમતા કબજે કરી લઇ જામનગર લઈ આવ્યા છે, અને ટ્રક ડ્રાઇવરની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આરોપીની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પો.ઇન્સ બી.એન.ચૌધરીની આગેવાનીમાં એલસીબીની ટીમે પો.સ.ઇ. આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોરી અને પોસ્ટ સબ-ઇન્સ્પેક્ટર એમ.વી. પંચ બી ડીવી પો.સ્ટે.ના મોઢવાડિયાએ આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરવા માટે ખંતપૂર્વક કામ કર્યું હતું. આ ટીમમાં સંજયસિંહ વાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, હિરેનભાઈ વરણાવા, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચ, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધનાભાઈ મોરી, અરજણભાઈ કોડીનાર, મયુરભાઈ મકવાણા સહિતના સમર્પિત કર્મચારીઓ જોડાયા હતા. ક્રિપાલસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, ધમેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, રૂષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા, અને ધમેન્દ્રસિંહ જાડેજા. ગુજરાત પોલીસ, ખાસ કરીને જામનગર-સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચે, આરોપીઓની ઝડપથી ધરપકડ કરીને અને ચોરીનો મુદ્દામાલ રીકવર કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ કાર્યવાહી માત્ર સંભવિત ગુનેગારોને અટકાવનાર તરીકે જ નહીં પરંતુ પોલીસ વિભાગના મહેનતુ અને અસરકારક પ્રયાસો પણ દર્શાવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles